શહેરના જોષીપુરા સ્થીત ડો.હરિભાઇ ગોધાણી કેમ્પસ ખાતે બી.બી.એ, બી.સી.એ, બી.એસસી, બીએડ, લો, અને કોમર્સ કોલેજ (અંગ્રેજી/ગુજરાતી,માધ્યમ) આટર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, કુમાર માધ્યમિક અને ઉ.મા.શાળા, પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), પ્રાથમિક શાળા (ગુજરાતી, માધ્યમ) તથા એમ. જી. ભુવા ક્ધયા વિદ્યા મંદિર સહિતની તમામ શાખાઓમાં પોતાના કલાસનાં વિદ્યાર્થીઓનાં વોટસએપ ગ્રુપ બનાવી વર્ગ શિક્ષકો દ્વારા બનાવાએલ શૈક્ષણિક વિડીયો યુટયુબ લીંક દ્વારા મુકાવી વિદ્યાર્થીઑ આ લોકડાઉનની પરિસ્થિતીમાં ઘેરબેઠા શિક્ષણ મેળવી શકે તેમણે તેની સુંદર શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે.
સંસ્થાના ચેરમેન જે.કે. ઠેસિયા, જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.વી.રાણપરીયાનાં માર્ગદર્શન અને પ્રેરણાથી ટેક્નોલોજી દ્વારા શિક્ષણનું આ સરાહનીય કાર્ય સૌ સ્ટાફ મિત્રોની જહેમતથી સંપન્ન થઈ રહ્યું છે.