કોરોના સંક્રમણ કોવિડ-19 નામના અદ્રશ્ય વાયરસે છેલ્લા દોઢ વર્ષથી દેશ દુનિયાને હચમચાવ્યું છે. ત્યારે તેની સૌથી મોટી અસર શિક્ષણ વ્યવસ્થા પર પણ પડી છે. બાળકો લાંબા ગાળાથી પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત થયા છે. એ સિવાય પણ ધો. 10 અને 1રના છાત્રોને આપવામાં આવેલ માસ પ્રમોશન તથા માર્કશીટ કેવી રીતે બનાવવી? વગેરે મુદ્દાઓને લઇને ચર્ચાઓ ચાલે છે. ત્યારે આજે ‘અબતક’ લઇને આવ્યું છે. ભરાડ ઇન્સ્ટીટયુટના જતીનભાઇ ભરાડ તથા શુભમ સ્કુલના સંચાલક અવધેશભાઇ કાનગડ સાથેની એક રસપ્રદ અને માહીતી સભર ચર્ચા

પ્રશ્ન:- કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં શાળા સંચાલકોની વેદના શું છે?

જવાબ:- માર્ચ-2020થી શાળા બંધ થઇ ધીમે ધીમે અન્ય દરેક પ્રવૃતિઓ પણ સમયાંતરે કોરોનાના કારણે બંધ થઇ અને પ્રત્યક્ષ શિક્ષણ શરુ થઇ શકયું નહી, અને એક નવો શબ્દ આવ્યો ઓનલાઇન શિક્ષણ જે શાળા સંચાલકો, શિક્ષકો જે યોગ્ય માઘ્યમથી પણ અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી તેને અપનાવવો પડયો, હવે ધીમે ધીમે બધા ટેવાઇ ગયા, તેથી કોરોનાના કારણે સૌથી મોટી અસર ઓનલાઇન શિક્ષણ પ્રશ્ર્ન આવ્યો.

પ્રશ્ન:- ‘ઓનલાઇન’ શિક્ષણના માઘ્યમથી વિદ્યાર્થીઓની વેદના શું હતી?

જવાબ:- કોરોના દરમિયાન સૌપ્રત પરિસ્થિતિમાં ઓનલાઇન એજયુકેશન સિવાય કોઇ વિકલ્પ નથી ત્યારે શાળાઓ શરુ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના પક્ષે નેટવર્ક પ્રોબ્લમ તથા ટેકનીકલ પ્રશ્ર્નો સર્જાયા છે.

પ્રશ્ન:- 10 અને 1ર ના માસ પ્રમોશન જાહેર કરાયું છે તેના વિશે શાળા સંચાલક મંડળનો તથા એક શાળા સંચાલક તરીકે તમારો મત શું છે?

જવાબ:- માઘ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ ઘટના પ્રથમવાર બની છે. મંડળ દ્વારા સંચાલક તરીકે વિરોધ કરાયો હતો. અન્ય કોઇપણ રીતે પરીક્ષાઓ લેવાય તેવી રજુઆતો અમે શિક્ષણ વિભાગને કરી હતી. બાળકનું આરોગ્ય સર્વોપરી છે. ગયા વર્ષે પણ માસ પ્રમોશન મળવાથી જે વિદ્યાર્થીઓ નવમાં અથવા અગિયારમાં ધોરણમાં હોય તેના શિક્ષણ પર બે વર્ષ સુધી માસ પ્રમોશન મળવાથી અસર થાય છે. તેથી આપણે પરીક્ષાનો ઓલ્ટરનેટ શોધવો જોઇએ તેવા સુચનો આપ્યા હતા. માસ પ્રમોશન શબ્દો ભલે નાનો લાગે પણ વિદ્યાર્થીની માર્કશીટમાં આ શબ્દ લખાઇને આવે એટલે એ માર્કશીટ જીવનની દરેક જગ્યાએ નડતરરૂપ થાય તેથી જ શિક્ષણ વિભાગ અને કેન્દ્ર સરકારે નકકી કર્યુ કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પણ માર્કશીટમાં ‘માસ પ્રમોશન’ લખવાને બદલે તેની એક માર્કશીટ બનાવવી એ માર્કશીટ વ્યવસ્થિત બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મુશ્કેલીઓ ન પડે.

પ્રશ્ન:-પરીક્ષા ન લેવી એ યોગ્ય રસ્તો છે?

જવાબ:- સંચાલક તરીકે વાત કરીએ તો ઓનલાઇન એજયુકેશનના માઘ્યમથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર જ હતા પણ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા માસ પ્રમોશનના નિર્ણય લેવાયો જો કે િેવદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય હિત પણ મહત્વનું છે. તેવામાં વિવિધ રીતે પરીક્ષા લઇ શકાય જેમ કે એક બ્લોકમાં 1પ છાત્રોને બેસાડવા વગેરે રજુઆતો કરવામાં આવી, તો પણ કયાંકને કયાંક આ માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો.

પ્રશ્ન:- માર્કશીટ બનાવવાનો 50-25- 25 ની રીતના રેશિયો જે સરકારે જાહેર કર્યો છે. તેનાથી વિદ્યાર્થીઓને ન્યાય મળી જશે?

જવાબ:- સીબીએસસી બોર્ડ દ્વારા બહાર પડાયેલી તેને ફોલો કરી શકાય તેમ નથી. ફોર્મ્યુલા આપ્યો છે. તેનાથી સારા હોશિયાર વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તે ચોકકસ છે. ભારતભરની સીબીએસસી સ્કુલો છે તેમાંથી 90 ટકા શાળાઓ શહેરી વિભાગ અથવા અર્બન એરિયામાં આવેલી છે. ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રકચર અલગ છે. ત્યાં ઇન્ટરનેટની ફેસેલીટી તથા દરેક શિક્ષકોની ગંભીરતા, વિદ્યાર્થીઓની ગંભીરતા વગેરે દરેક મુદ્દે ઓનલાઇન શિક્ષણ ખુબ જ સારું થયું છે. જેની સાપેક્ષમાં રાજય સરકાર દ્વારા ઓનલાઇન એજયુકેશન થયું છે. તેમાં મોટાભાગની સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી ઓનલાઇન એજયુકેશન વ્યવસ્થિત મેળવ્યું નથી, તેથી 100 ટકા આપણે સીબીએસસી ની પેટર્ન એડોપ્ટ કરી શકીએ તેમ નથી. તેથી જ 10-1ર માં આ ફોમ્યુલા લીધી નથી. માત્ર માસ પ્રમોશન જ લેવાયું છે. માસ પ્રમોશન અને પરીક્ષા એ જ લીધેલા છે. સીબીએસસી બોર્ડ દ્વારા ગત વર્ષે 11માં ધોરણની પરીક્ષા લેવાઇ હતી. જયારે આપણને રાજય સરકારમાં ગત વર્ષે પણ માસ પ્રમોશન અપાયું હતું. સીબીએસસીના વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન પ્રથમ વાર મળ્યું છે. જયારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને 11 અને 1ર એમ કુલ બે વર્ષ આ માસ પ્રમોશન મળ્યું છે. તેથી અનફેરની શકયતા રહે છે. સીબીએસસી બોર્ડની સાપેક્ષમાં ગુજરાત રાજય શિક્ષણ બોર્ડમાં વિષયોને લઇને પણ ઘણી વિસંગતતાઓ દેખાઇ રહી છે. તેથી વિદ્યાથીઓને પણ મુશ્કેલી થવાની સંભાવના છે. અને આપણી પાસે વિકલ્પ પણ નથી, પણ આપણે નકકી કર્યુ છે કે માર્કશીટ તો આપવી જ છે. માર્ક આપવાના છે. પરીક્ષા લીધી નથી તેવામાં માર્ક આપવા માટે માર્ક કયાંકથી લેવાના છે. તેથી 10, 11,1ર પસંદ કર્યા છે. ટુંકમાં દાખલો આખો ગણાયેલો છે જવાબ તૈયાર છે વચ્ચેના જયાં સ્ટેપ આપણે એમ નામ મૂકવાના છે, એ સ્ટેપ કેવી રીતે  શોકવા તે માટેની આ ‘માસ પ્રમોશન’ આખી ફોર્મ્યુલા છે.

પ્રશ્ન:- આ દરેક પ્રશ્ર્નોનો રસ્તો શું? શાળા સંચાલક મંડળે આ અંગે શિક્ષણ વિભાગને કોઇ ફોર્મ્યુલા આપી છે?

જવાબ:- રાજય સરકાર સાથે ચર્ચા થતી હોય અમે પણ ફોર્મ્યુલા આપી કે માર્કશીટ કેમ બનાવવી ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે તેમાં સરકારી શાળાઓ દ્વારા આ શિક્ષણ ન અપાયું હોય સંજોગાવસાત તેવું પણ બને, હાલ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાં વિઘાર્થીઓને ન્યાય મળે તે રીતે મંડળના પ્રયત્નો રહેશે.

પ્રશ્ન:- માર્કસ અંગેની જાહેરાત કરી છે તેમાં ધોરણ દસના માર્કસ કેવી રીતે કાઉન્ટ થશે?

જવાબ:- ધો. 10માં બોર્ડની માર્કશીટ અપાઇ હોય ધો. 11માં પ્રવેશ લેતી વખતે શાળા આગલા ધોરણની ઝેરોક્ષ કોપી રાખે જ છે. પણ મેઇન વસ્તુ ખુટે છે. કે એ રિઝલ્ટમાંથી માર્કસ કેવી રીતે લેવા? કારણ કે આઠ મહાનગર પાલિકાઓમાં સાયન્સમાં પ્રેકટીકલ પરીક્ષાઓ પણ નથી લેવાઇ, માઘ્યમ શિક્ષણ બોર્ડમાં કોઇપણ વિદ્યાર્થીનો ધો. 10 નો રેકોર્ડ સચવાયેલો હોય છે એ ઇઝીલી અવેલેબલ હોય છે. ડેટા બોર્ડ પાસે હોય એટલે એ સવલતથી પણ તેમાંથી શું લેવું કેવી રીતે લેવું તેમાંથી પ0 ટકા કેમ ગણવા તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.

પ્રશ્ન:- તો આ દરેકનું નિરાકરણ શું?

જવાબ:- જુથવાઇસ  વિષય પસંદગી કરવી પડે વિજ્ઞાન પ્રવાહ હોય તો માત્ર ગણિત-વિજ્ઞાનના માર્ક જ ગણાવા જોઇએ. કોમર્સમાં ગણિત- આ.વિજ્ઞાન, આર્ટસમાં ગુજરાતી અંગ્રેજીના માર્ક ગણવા જોઇએ. આપણે ધો. 10 માં છ વિષયો છે. તેમાંથી આગળ 11,1રમાં િેવષયો ખેચાતા નથી. ત્યારે આપણે વધારે માર્કસવાળા ત્રણ વિષયો પસંદ કરીએ. તો એ વિષયો 11, 1ર માં છે જ નહીં તો એ પણ અન્યાય છે. ઓછા માર્કસના પસંદગી કરીએ તો એ પણ અન્યાય છે. આવી અનેક વિટંબણાઓ છે. તેથી સરકારે 50-રપ- રપ ની ફોર્મ્યુલા આપી છે. પણ કઇ રીતે કયા વિષયના માર્કસની ગણતરી કરવી પ્રેકટીકલના માર્કસ કેવી રીતે ગણવા? 11માંના માર્ક કેમ ગણવા…. વગેરે ડીટેઇલ ફોર્મ્યુલા માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં નથી આવીએ જયારે બહાર પાડવામાં આવશે ત્યારે આ પ્રશ્ર્નોનું નિરાકરણ આવશે તેવું લાગી રહ્યું છે.

પ્રશ્ન:- સરકારે તો માર્કશીટ બનાવવાનો હુકમ કરી દીધો છે. પણ શાળાઓને ખબર નથી કેવી રીતે કરવું? તો શાળા સંચાલક મંડળે આ અંગે વચગાળાની રાહત માગી છે કે કાર્ય શરૂ કરી દીધું છે?

જવાબ:- સરકારનું ઘ્યાન દોરાયુ: છે જુથ નકકી કરવા જોઇએ વગેરે બાબતો પર તથા આર્ટસ વિષયમાં તો ઘણા બધા ક્ધફયુઝન રહે છે તેથી સરકાર દ્વારા જુથ નકકી કરીને વિદ્યાર્થીઓને અને સંચાલકોને યોગ્ય ફોર્મ્યુલા આપવી જોઇએ તે વિશે સરકારને જાણ કરવામાં આવ છે જેથી માર્કશીટ બનાવવાની કામગીરીમાં અન્યાય ન થાય.

પ્રશ્ન:- પરીક્ષા વિના કૌશલ્ય (કુશળતા) આવે ખરું?

જવાબ:- પરીક્ષા વિના કૌશલ્ય આવી શકે, વિદ્યાર્થીઓને ત્રણ કલાક બેસાડી એ જ એનું એસેસમેન્ટ નથી પણ એ ચોકકસ ધો. 1ર પછી વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્ષ કે કોઇ એક ક્ષેત્ર પસંદ થતું હોય, ત્યારે એક એક માર્કની કિંમત હોય છે. એવામાં પરીક્ષા અગત્યની છે. ધો. 10 અને 1ર ને સાથે લેવામાં આવે  કે જે વિદ્યાર્થીનું કેલીબર ધો. 10 માં છે ધો. 1રમાં પણ તેવું જ હશે તે સ્વીકારી ન શકાય, ધો.10માં જયારે વિદ્યાર્થીને ઓછા માર્કસ આવે પછી જ એ 11, 1રમાં જાગૃત થતો હોય છે. અને મહેનત કરે છે. ઘણીવાર એથી ઉલટુ પણ બને પણ જુદી રીતે પણ પરોક્ષ રીતે પણ પરીક્ષા લઇ શકાય તે જ વિદ્યાર્થીનુ: સારું એસેસમેન્ટ ગણી શકાય.

પ્રશ્ન:- માસ પ્રમોશન માટે નકકી કરાયેલી સિસ્ટમની અસર જે વિદ્યાર્થીઓને વિદેશી જવું છે તેના પર પડશે કે કેમ? નુકશાન થશે?

જવાબ:- હાયર એજયુકેશનમાં ડોકટર માટે નીટની એકઝામના આધારે પ્રવેશ અપાતો હોય ત્યારે સરકારે એ જાહેર કરવું પડે કે નીટ કયારે લેવાશે? તેવી જ રીતે એન્જીનીયરીંગ માટે જેઇઇ અને ગુજકેટ માટ જાહેર કરવું પડે વિદેશ અભ્યાસ માટે ત્યાંની યુનિવર્સિટીઓ પણ  એકઝામ લે છે. એ અહીંની પ્રવેશ પરીક્ષા પરથી નકકી થાય છે. તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની ડેટ અને સમયગાળો નકકી થવો જોઇએ જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાની ખબબ પડે. 10-12 માં માસ પ્રમોશન આપવામાં માર્કશીટ આપવાનો નિર્ણય પણ આ જ કારણોસર લેવાયો છે કે વિદ્યાર્થી  ગુજરાત બહાર અથવા ભારત બહાર જાય અને માર્કશીટો અન્ય યુનિ.માં રજુ કરે, તેમાં માસ પ્રમોશન લખાયેલું ન હોય. તેને ભવિષ્યમાં મુશ્કેલી ન પડે તેથી જ માર્કશીટમાં માસ પ્રમોશન ન લખવાનો નિર્ણય લેવાયો છે.

પ્રશ્ન:- કોરોના વૈશ્ર્વિક છે તો આપણે એ દિશામાં પરીક્ષા અંગેની સ્કીમો મૂકવામાં આવી છે ત્યાં કાંઇ વ્યવસ્થા છે?

જવાબ:- ઓનલાઇન એજયુ. માટે વિશ્ર્વના ઘણા દેશો વર્ષોથી પ્રિપેર્ડ હતા. ત્યાં વર્ષોથી ઓનલાઇન એજયુકેશન ચાલતું હતું. ત્યાં એ પ્રકારની વ્યવસ્થા કરાઇ હતી. એ સિવાય વિવિધ દેશોમાં પરીક્ષા માટેની પણ ઓનલાઇન મેથડ છે જ જી.આઇ.ઇ. ટોપવેલની પરીક્ષા સેટની પરીક્ષા ઓનલાઇન લેવાય જ છે. તેથી આ દેશોનું ઓનલાઇન એજયુ. નું અને પરીક્ષાનું માળખુ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. ત્યાં હજુ માસ પ્રમોશનનો ક્ધસેપ્ટ સાંભળ્યો નથી.

પ્રશ્ન:- કોરોની ત્રીજી લહેરની સંભાવના છે.  તો શિક્ષણ અંગે ‘વોટ નેકસ્ટ’ એ પ્રશ્ર્ન અંગે શું કહેશો?

જવાબ:- હાલ કોરોના નિયંત્રણમાં છે તો સરકારે તાત્કાલીક એજયુ. સ્ટાર્ટ કરવું જોઇએ અને જયારે પરિસ્થિતિ એવી વિકટ બને અને જરુર જણાય ત્યારે પુન: સ્ટોપ કરી શકાય, હાલ પરિસ્થિતિ કાબુમાં છે તો શાળા ખાસ કરીને ઉ. માઘ્યમિક માટે શરુ કરી શકાય. આમ સ્ટેપ બાય સ્ટેપ એજયુકેશન શરુ થાય તેવી માંગ મંડળ દ્વારા કરવામાં આવી છે.

પ્રશ્ન:- માસ પ્રમોશન મળવાનું છે તેવા વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો?

જવાબ:- વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સંદેશ એ છે કે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આપણે આપણી જાત સાથે એવીવાટાઘાટો કે ચર્ચાઓ કરવાને બદલે આ માસ પ્રમોશનમાં હું જ શા માટે? આ પરિસ્થિતિ આખા ભારતની છે. વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધો શિક્ષણ કાર્ય આગળ વધવાનુ: અને ઘણું બધુ શીખવાનું જ છે. પરીક્ષાઓ અને રીક્ષા સમાન છે. એક ન મળી એમ એક ન આપી  શકાઇ તો વાંધો નહીં આનંદથી ચિતા કર્યા વગર ભણવાનું ચાલુ રાખો,: ગમતું ક્ષેત્ર પસંદ કરો ગમતો ક્ષેત્રમાં પસંદગી થશે તો સફળતા મળવાની જ છે તેમાં કોઇ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.