ઓનલાઈન શિક્ષણ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર સ્ટે મુકતી કર્ણાટક હાઈકોર્ટ
વૈશ્ર્વિક મહામારીનાં પગલે અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રની સ્થિતિમાં પણ ઘણાખરા ફેરબદલ જોવા મળ્યા છે આ તકે હાલ જે દેશમાં જે ઓનલાઈન શિક્ષણનું ચલણ વધી રહ્યું છે તેના ભાગરૂપે અનેકવિધ સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણ પર પ્રતિબંધ લાદવાનો પણ નિર્ણય લીધેલો છે સાથોસાથ કર્ણાટક સરકારે પણ કર્ણાટકમાં ઓનલાઈન શિક્ષણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે પરંતુ તેના પર હાઈકોર્ટે સ્ટે મુકતા જણાવ્યું છે કે, ઓનલાઈન શિક્ષણ એ લોકોન અબાધિત અધિકાર છે જે હકને કોઈપણ વ્યકિત છીનવી શકતું નથી બીજી તરફ હાલ શાળાઓ અને કોલેજો બંધ હોવાનાં કારણે જે તકલીફનો સામનો વિદ્યાર્થીઓએ કરવો પડે છે તેના ભાગરૂપે જ સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ પુરુ પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓનલાઈન શિક્ષણને લઈ ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે જેમાં એ વાત પણ સામે આવી છે કે, શું ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓનો વિકાસ થઈ શકે છે કે કેમ? શું વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનાં માધ્યમથી જ્ઞાન મેળવી શકે છે કે કેમ ? આ તમામ મુદાઓને ધ્યાને લઈ અનેકવિધ પ્રશ્ર્નો હાલ ઉદભવિત થયા છે જેના ભાગરૂપે અનેકવિધ રાજયોની સરકારે ઓનલાઈન શિક્ષણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે પરંતુ કર્ણાટકમાં ઓનલાઈન શિક્ષણ યથાવત ચાલુ રાખવા કર્ણાટક હાઈકોર્ટે પણ આદેશ કર્યો છે.