નવા વર્ષથી કોલેજમાં પ્રવેશ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓને જી-સ્યુટના પ્લેટફોર્મની મદદથી શિક્ષક-પ્રશિક્ષણની કાર્યવાહી કરવામાં આવશે
સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલીત ઈન્સ્ટિટયુટ ઓફ લેગ્વેજ ટીચીંગ ઈંગ્લીશ મીડીયમ બી.એડ્ કોલેજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ કેમ્પસમાં છેલ્લા ૨ વર્ષથી કાર્યરત છે. આ કોલેજને બે વર્ષ પહેલા જામનગરથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કોલેજમાં અંગ્રેજી વિષય તરીકે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયના શિક્ષક થવા માટે તાલીમ લઈ રહ્યાં છે. કોરોનાની રજાઓના દિવસોમાં કોલેજના આચાર્યો અને અધ્યાપકોએ વર્તમાન સમયને અનુરૂપ ભવિષ્યમાં ગુગલ પ્લેટફોર્મ પર ટીચીંગ લર્નીંગ પ્રક્રિયા કરી શકાય એ માટે ટેકનોલોજી બેઈઝ લર્નીંગ પ્રક્રિયાનો આરંભ કર્યો હતો. કોલેજ દ્વારા ગુગલ પ્લેટફોર્મ પર ગુગલ કલાસ મારફતે ભવિષ્યમાં તાલીમ આપી શકાય તે હેતુથી દરેક વિષયને અનુરૂપ ગુગલ કલાસ શરૂ કર્યા હતા. કોલેજે પોતે તૈયાર કરેલો ડેટા અને પોતાની પાસે રહેલી આઈટી ફેસેલીટીને ગુગલ સમક્ષ રજૂ કરી ગુગલનું શિક્ષક પ્રશિક્ષણ પ્લેટફોર્મ જીસ્યુટ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ગુગલ દ્વારા તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં ગઈકાલે કોલેજને જાણ કરવામાં આવી કે, ઈન્સ્ટિટયુટ ઓફ લેગ્વેંજ ટીચીંગ બી.એડ્ કોલેજ જી-સ્યુટની તમામ પ્રોડક્ટસ ગુગલ કલાસરૂમમાં વપરાતા બધા સોફટવેરની વ્યવસ્થા વિનામુલ્યે અપગ્રેડ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કોલેજના આચાર્ય ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રજાના આ સમયમાં અમારી કોલેજ દ્વારા હવે પછીના સમયને અનુરૂપ ઈ-લર્નીંગ પ્લેટફોર્મ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વૈશ્ર્વિક કક્ષાએ સ્વીકૃત અને દેશની અનેક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ જી-સ્યુટનું અદ્યતન પ્લેટફોર્મ ઉપયોગ કરે છે તે પ્લેટફોર્મ વિનામુલ્યે ગુગલ દ્વારા ઈન્સ્ટિટયુટ ઓફ લેંગ્વેગ ટીંચીંગ બી.એડ્ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. વેકેશનના આ દિવસોમાં અધ્યાપકો ડો.માહિત ગોસ્વામી, ડો.જીતેન ઉધાસ, ડો.નેહલ શિંગાળા, દિપીકા પટેલ અને જ્યોતિબેન તડવી દ્વારા જુદુ જુદુ સાહિત્ય અને ઈ-ક્ધટેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બધુ જ સાહિત્ય ગુગલ કલાસરૂમ બનાવી તેમાં અપલોડ કરી શિક્ષક-પ્રશિક્ષકની કામગીરી ઓનલાઈન શરૂ કરવામાં આવી હતી. હાલમાં અમારી કોલેજ સહિત અન્ય કેટલીક કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મટીરીયલનો ઉપયોગ કરી રહ્યાં છે. નવા વર્ષથી કોલેજમાં પ્રવેશ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓને જી-સ્યુટના પ્લેટફોર્મની મદદથી શિક્ષક-પ્રશિક્ષણની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્ધટેન્ટ સ્થાનિક પરિપ્રેક્ષયમાં ઓનલાઈન શિખી શકશે. નવી પરિસ્થિતિમાં અધ્યાપકોનો ફાળો ફેસીલેટરનું બની જશે.