૧૫ મીટરની સુધીની ઉંચાઈના બાંધકામ માટે ફરજિયાત ઓનલાઈન પ્લાન મુકવા પડશે ૧૫ મીટરથી વધુ ઉંચાઈ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સિસ્ટમો માન્ય રહેશે

૧૫ પેરા મીટર સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ-૨નો કરાયો શુભારંભ

બિલ્ડીંગ પ્લાન્ટની મંજૂરી મેળવવા માટે લોકોએ કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા આશ્રય સાથે નવા ૧૫ પેરા મીટર સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજથી રાજ્યભરમાં ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ-૨.૦નો શુભારંભ કરવામાં આવ્યો છે, ૧૫ મીટર ઉંચાઈ સુધીના બિલ્ડીંગ પ્લાન ફરજિયાત ઓનલાઈન મુકવાનો રહેશે. જ્યારે ૧૫ મીટર કે તેથી વધુ ઉંચાઈના બિલ્ડીંગ પ્લાન ઓનલાઈન કે ઓફલાઈન એમ બન્ને પ્રકારે મુકી શકાશે. આ નવી સીસ્ટમ આજથી મહાનગરપાલિકા, નગરપાલિકામાં અમલી બનાવી દેવામાં આવી છે.

આજે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ-૨ માટે તૈયાર કરવામાં આવેલા નવા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મેયર બીનાબેન આચાર્ય, ટાઉન પ્લાનીંગ સમીતીના ચેરમેન, અનીતાબેન ગૌસ્વામી અને ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ હાજરી આપી હતી. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન બિલ્ડીંગ પરમીશન પ્લાનની અમલવારી કરવામાં આવી હતી પરંત તેમાં અનેક ક્ષતિ હોવાના કારણે બિલ્ડરોમાં નારાજગી થવા પામી હતી. અલગ અલગ એસો. અને ઓડીપીએસના હેલ્થ ડેસ્ક થકી વિવિધ રજૂઆતો ધ્યાનમાં લઈ વિકાસ સર્વાંગીના સોફટવેર દ્વારા નકસાની અતિ મહત્વની પેરા મીટસની ચકાસણી કરવા સહિતની કેટલીક પદ્ધતિઓમાં ફેરફાર કરી આજથી ઓનલાઈન હેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ-૨નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૫ મીટરથી વધુ ઉંચાઈના બાંધકામોની વિકાસ પરવાનગી મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન તથા ઓફલાઈન પદ્ધતિથી કરી શકાશે. જ્યારે ૧૫ મીટર સુધીના ઉંચાઈના બાંધકામની વિકાસ પરવાનગી કામગીરી ઓનલાઈન પોર્ટલ મારફત કરવાની રહેશે.

નવા નિયમમાં ૧૫ પેરા મીટર્સને વાઈટલ પેરા મીટર ગણવામાં આવશે જેમાં માર્જીન, પાર્કિંગ, બિલ્ડીંગની ઉંચાઈ, લીફટ અને એલીવેટર, એફએસઆઈ, ગ્રાઉન્ડ કવરેજ, સ્ટ્રાઈકર, કોમન પ્લોટ, રોડની પહોળાઈ, ઓટીએસ, સેટબેક, ઉપયોગનો પ્રકાર, દરેક માળની મીનીમમ અને મેકસીમમ હાઈટ, ઈન્ટરનલ ડોવર અને ફાયર રેગ્યુલેશનને ધ્યાનમાં લેવામાં આવશે. ૧ થી વધુ પેરા મીટરનું પાલન થતું નહીં હોય તો જેતે સીસ્ટમ દ્વારા તે નામંજૂર કરવામાં આવશે. રાજ્યભરમાં આજથી બિલ્ડીંગ પ્લાન્ટ મંજૂર કરવા માટે આ નવી સીસ્ટમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.