રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) દ્વારા લોકડાઉન દરમ્યાન સતત બે મહિનાથી એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામીના નેતૃત્વમાં વિવિધ સેવાકાર્યોની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પ્રયોજીત હું પણ કોરોના વોરીયર્સ અભિયાનનો ગુગલલોક દ્વારા પ્રારંભ કરાયો છે. સાથે સાથે કોરોના વોરીયર્સ સ્લોગન રાઇટીંગ (સૂત્ર લેખન) સ્પર્ધાનું આયોજન થયેલ છે. જેમાં જે લોકો કોરાના વોરીયર્સ બનવા ઇચ્છતા હોય એમના માટે ગુગલ લીંકમાં ૧૧ પ્રતિજ્ઞા અપાઇ છે. આ પ્રતિજ્ઞા લઇને ‘કોરોના વોરીયર્સ તરીકે રજી. કરવાનું છે. એકજ લીંકમાં નીચે સ્લોગન રાઇટીંગ સ્પર્ધામાં ભાગ લેનારે ગુજરાતી હિન્દી કે અંગ્રેજીમાં વધુમાં વધુ બે સ્લોગન આપવાના રહેશે.
પ્રથમ ૧૧ વિજેતાનું આકર્ષક શીલ્ડ, સટિર્ફિકેટ અને ગીફટ તથા રૂા.૧૦૦૦ના ગીફટ વાઉચર આપી વિશેષ સન્માન કરવામાં આવશે. સ્પર્ધામાં કોઇપણ વય જૂથની વ્યક્તિ ભાગ લઇ શકશે. એનએસએસા સૌ.યુનિ.ના તમામ પ્રોગ્રામ ઓફીસરોને દરેક કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોને તેમની કોલેજના તમામ વિદ્યાર્થીઓને લીંક શેર કરી રજીસ્ટ્રેશન કરાવવા અને સ્પર્ધામાં ભાગ લેવા પ્રિ.ડો.આર.આર. કાલરીયા અને ડો. યશવંત ગોસ્વામીએ અનુરોધ કરેલ છે. લીંકમાં પ્રાથમિક હાઇસ્કૂલ હાયર સેક્ધડરીના વિદ્યાર્થીઓ અને કોઇપણ ક્ષેત્રના કર્મચારીઓ અને વ્યક્તિઓ ભાગ લઇ શકે છે.
આ ઉપરાંત એનએસએસના વિદ્યાર્થીઓ પોતાનાં દાદ-દાદી અને નાના-નાની સાથે સેલ્ફી લેતા અને માસ્ક વીથ સેલ્ફી લઇ લીંકમાં અપલોડ કરવા અને જો કોઇ સેવાકીય પ્રવૃતિ કરી હોય તો તેનો એક ફોટો ગુગલ લીંકમાં અપલોડ કરવા અનુરોધ કરેલ છે. ગુગલલીંકમાં રજીસ્ટ્રેશન કરવાની અને સ્પર્ધામાં ભાગ લેવાની અંતીમ તારીખ તા.૧૫મી જૂન છે. લીંક માટે અને વિશેષ માહિતી માટે સવારે ૧૦થી રાત્રે ૧૧ સમય દરમ્યાન ડો. યશવંત ગોસ્વામી મો. નં. ૭૯૯૦૯ ૪૧૬૯૯ નો સંપર્ક કરવા જણાવ્યું છે.