ગુરૂકુલ દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે કાલે મહોત્સવનું અનોખું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા.૩૦ જુનથી ૪ જુલાઈ રાત્રે ૯ થી ૧૦ દરમિયાન સંતવાણી સાથે સદગુરુ ગૌરવ ગાથાની ઓનલાઈન રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાલે સવારે ૬:૧૫ વાગ્યે ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજનો ૧૪મો પાટોત્સવ ઉજવાશે. જેમાં ઘનશ્યામજી મહારાજની પ્રતિમાનું વિવિધ જલ અને પૂજન સામગ્રીથી અભિષેક કર્યા બાદ અન્નકૂટ ભરાશે. સવારે ૯ વાગ્યે અન્નકૂટ દર્શન થશે.
હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને દરેક ભકતોને પૂજનનો લાભ મળે તે માટે સવારે ૭:૩૦ થી ૮:૩૦ ઓનલાઈન મહાપૂજન કાર્યક્રમ કરવામાં આવશે ત્યારબાદ ૮:૩૦ થી ૧૧:૦૦ ગુરુવંદના કાર્યક્રમ રજુ થશે. આ પ્રસંગે સંતોના આર્શીવચન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ પણ ભાવિકોને મળશે. આ સાથે સવારે ૯ થી ૧૨ હરિયાગ તેમજ યજ્ઞ કરવામાં આવશે.
આ ઉપરાંત દિવસના અંતે રાત્રે ૯ વાગ્યે કાર્યકર્તા સંમેલન યોજાશે. આ સાથે સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ પણ ભાવિકોને મળશે તેવુ બાલુભગત તથા નિલકંઠ ભગત કાર્યકર્તાઓની યાદીમાં જણાવાયું છે.