મહાયજ્ઞ, મહાઆરતી, ઘ્વજારોહણનો ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ
સૌરાષ્ટ્ર – ગુજરાત દેશ અને વિદેશમાં વસતા સમાજના લાખો ભાવિકો ઘેર બેઠા ‘પાટોત્સવ’ ઉજવણીના આનંદ સાથે ‘માં ખોડલ’ ના સોશિયલ મીડિયા તેમજ ચેનલોના માઘ્યમથી દર્શનનો લ્હાવો લઇ શકશે
અબતક, રાજકોટ
કાગવડ ખોડલ ધામ ખાતે ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય આગામી ર1મી જાન્યુઆરીએ પંચવર્ષિય પાટોત્સવની દબદબાભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે કાર્યક્રમની તૈયારીઓને અપાઇ રહેલ આખરી ઓપ ઉપરાંત આ કાર્યક્રમ અંગેના ગુજરાત-મહારાષ્ટ્રના તાલુકા અને ગામડાઓમાં રૂબરૂ આમંત્રણ અને તેમાં મળેલ બહોળો પ્રતિસાદ વગેરેની માહીતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે ખોડલધામ ટ્રસ્ટ્ર કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી ર1 જાન્યુ.એ પંચવર્ષિય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે છેલ્લા ચાર માસથી આ દબદબાભેર ઉજવાનાર પાટોત્સવ અંગેનું આમંત્રણ આપવા ગુજરાત અને મહારાષ્ટ્રના શહેર-તાલુકા- ગામડાઓ કે જયાં લેઉવા પટેલે સમાજની મોટી વસ્તી છે. ત્યાં ફરી રૂબરૂ આમંત્રણ આપવામાં આવેલ છે. અને આ આમંત્રણ પ્રવાસ દરમિયાન સમાજનો ખુબ જ સારો સહયોગ મળ્યો છે એ જોતા પાટોત્સવ, ઘ્વજારોહણ અને મહાઆરતી ઉપરાંત મહાસભામાં રપ થી 30 લાખ લોકો માં ખોડલના દર્શનનો લ્હાવો લ્યે તેવી પુરુ સંભાવનાઓ રહેલી છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી ઉદભવેલી પરિસ્થિતિ તેમજ લોકોના આરોગ્ય અને સુખાકારીને ઘ્યાને લઇ ટ્રસ્ટી મંડળ દ્વારા આ કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.
નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી ર1 જાન્યુઆરી એટલે લેઉવા પટેલ સમાજ માટે મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. આ દિવસે ‘ખોડલધામ’ દ્વારા રાખવામાં આવેલ ‘પાટોત્સવ’ કાર્યક્રમ મોકુફ રાખવો શકય નથી પરંતુ થોડા ફેરયાર સાથે આ કાર્યક્રમની ઉજવણી કરાશે જેમાં 108 કુંડી હવનને બદલે એક મહાયજ્ઞ, ઘ્વજારોહણ તથા મહાઆરતી યોજાશે અને તે ઓનલાઇન રહેશે.
જેથી આ કાર્યક્રમમાં આવનારા રપ થી 30 લાખ ભકતો હવે ગુજરાત – મહારાષ્ટ્ર સહિત દેશ અને વિદેશમાં વસ્તા સમાજના ભાવિકો માટે પોતાના જ ગામમાં કે ઘરમાં રહી ઉજવણીનો પુરો લાભ લઇ શકે અને માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવે તેવા આશયથી ગામડાોઅમાં એલ. ઇ.ડી. સ્ક્રીન ગોઠવવામાં આવશે. જેમાં પણ લાખો લોકો જોડાવાની આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે યોજાનાર ‘મહાસભા’ અંગે નરેશભાઇએ જણાવ્યું હતું કે મહાસભા યોજવાનું મોકુફ રાખવામાં આવેલ છે. જેની નવી તારીખ સમય સંજોગો અને પરિસ્થિતિ ઘ્યાને લઇ જાહેર કરવામાં આવશે.
તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, હજુ સુધી એક પણ વી.આઇ.પી. ને નિમંત્રણ અપાયું નથી.
ર1 જાન્યુ.એ કાગવડ ખોડલધામ ખાતે ઉજવાનાર પંચવર્ષિય પાટોત્સવ પ્રસંગે પણ સરકારની ગાઇડનું પુરેપુરુ ઘ્યાન રાખવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યુ હતું.
આપની રાજકારણમાં જરુર છે તેવું સમાજના લોકો કહે છે કે કેમ? તેવા પ્રશ્ર્નનો ઉતર આપતા તેઓએ જણાવ્યું હતું કે સમાજમાં ઘણા લોકો એવું કહે છે અને ઇચ્છે પણ છે. પરંતુ ‘રાજકારણ’ માં જવા અંગે અત્યારે નિવેદન આપવું એ ઘણું વહેલું ગણાશે. પરંતુ મારો સમાજ કહેશે તો તે અંગે હું ચોકકસ વિચાર કરીશ તેમ ઉમેયુૃ હતું.
મહાસભા મોકુફ મારો સમાજ કહેશે તો રાજકારણમાં જવા વિચાર કરીશ: નરેશભાઇ પટેલ
‘ખોડલધામ’ કાગવડ ખાતે ર1 જાન્યુ. નો ‘પંચવર્ષિય પાટોત્સવ’ હાલની કોરોનાની પરિસ્થિતિ ઘ્યાને લઇ ઓનલાઇન ઉજવાશે તે અંગેન માહીતી આપતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે યોજાનાર ‘મહાસભા’ હાલ મોકુફ રાખવામાં આવી છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ નવી તારીખ જાહેર કરવામાં આવશે. રાજકારણમાં આપ જવાના છો? ‘મહાસભા’ એ શકિત પ્રર્દશન કહી શકાય? વગેરે બાબતે સ્પષ્ટતા કરતા પટેલે જણાવ્યું હતું કે લોકો જે કહે તે પરંતુ અમે સૌને સાથે રાખીને કાર્ય કરવામાં માનીએ છીએ અને મારો સમાજ કહેશે તો રાજકારણમાં જવા અંગે વિચાર કરીશ જો કે, અત્યારે એ વિચારવું થોડું વહેલું ગણાશે તેમ અંતમાં જણાવ્યું હતું.
મોકુફ રાખવામાં આવેલી મહાસભા ચૂંટણી પૂર્વે યોજાય તો એક પ્રકારે શકિત પ્રદર્શન કહી શકાય? પ્રશ્ર્નનો ઉતર આપતા પટેલે જણાવ્યું હતું કે લોકો જે માને તે પરંતુ અમો સૌને સાથે લઇ અને કાર્ય કરવામાં માનીએ છીએ.