પૂનમના દિવસે આશ્રમમાં દર્શન માટે પ્રવેશ નિષેધ ભકતજનોને ઘેર બેઠા ગૂરૂપૂજન કરવાની અપીલ
કોરોના મહામારીને પગલે જાહેર જનતાના હિતમાં સાવચેતીનાં ભાગરૂપે આ વર્ષે તા.૫ને રવિવારના રોજ રણછોડદાસબાપુ આશ્રમ ખાતે ગૂરૂપૂર્ણિમા મહોત્સવ બંધ રાખેલ છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આશ્રમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તદ્ઉપરાંત ભાવિકોની આસ્થાને ઠેસ ન પહોચે તે માટે આશ્રમ દ્વારા ઘેર બેઠા લાઈવ ગૂરૂપૂર્ણિમાના તમામ કાર્યક્રમો નિહાળી શકાય તેવું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. સાવચેતીનાં ભાગરૂપે આશ્રમમાં દર્શનાર્થીઓને પ્રવેશબંધી રહેશે આશ્રમ દ્વારા ભકતોને ઘેર બેઠા ગૂરૂપૂજન કરવાની અપીલ કરવામાં આવી છે.
ગૂરૂપૂર્ણિમાનાં લાઈવ દર્શન આપ ડેન નેટવર્કના ચેનલ નં. ૫૯૬ ઉપર આપ આખો દિવસ લાઈવ પ્રસારણ નિહાળી શકશો તથા ફેસબુક પેઈઝ WWW.FacebooK.com/maragudev પણ આપ લાઈવ નિહાળી શકશો.
સીટી ચેનલ નં. ૫૯૬ ઉપર ઘેર બેઠા જ લાઈવ ગૂરૂપૂર્ણિમા મહોત્સવ દર્શનએ નિમિતેના ધાર્મિક કાર્યક્રમોમાં સવારે ૫ વાગ્યે મંગળા આરતી, ગૂરૂદેવનું ષોડષોપચાર પૂજન ૫.૩૦ કલાકે તથા પૂ. સદગુરૂદેવભગવાનને રાજભોગ દર્શન આરતી, ૧૧ કલાકે, ચરણપાદુકા દર્શન લાઈવ સવારે ૭ થી ૧૨.૩૦ તથા સાંજે ૪ થી ૯ તથા સંધ્યા મહાઆરતી ૭.૩૦ વાગ્યે ઘેર બેઠા લાઈવ દર્શન નિહાળી શકશો તથાદિવ્ય રોશનીની ઝળહળાટ રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધી તથા પૂ. સદગુરૂદેવ ભગવાનની શયન આરતી રાત્રે ૯ કલાકે લાઈવ નિહાળી શકશો.
ગૂરૂપૂર્ણિમા મહોત્સવ તા.૫ ને રવિવાર સિવાય આપ પૂ.સદગુરૂદેવ રણછોડદાસજી બાપુના દર્શન સોમવારથી નિયમિત સવારે ૭ થી ૧૦ તથા સાંજે ૪ થી ૬ રોજ દર્શન કરી શકાશે.