આગામી તા 1 સપ્ટેમ્બરથી ગિરનાર રોપ-વે તેના પ્રવાસીઓ માટે રોપવે રાઈડની સુવિધા માટે તેમની વેબસાઈટ www.udankhatola.com દ્વારા દિવાળી વેકેશનનું ઓનલાઈન બુકિંગ શરૂ કરશે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ-વે દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અબ તક સાથેની મુલાકાતમાં ગિરનાર રોપ-વેના કપિલેશ એ જણાવ્યું હતું કે, રોપ વેની દૈનિક ક્ષમતા મર્યાદિત હોઈ અને દિવાળી સીઝન દરમિયાન હજારો પ્રવાસીઓ આતુરતાપૂર્વક રોપ-વે પર પહોંચે છે, તેમાંથી ઘણાને કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોવી પડતી હતી અને કેટલાકને રોપવેની સવારીનો આનંદ માણ્યા વિના પાછા ફરવું પડતું હતું. રોપ-વે રાઈડ મેળવવાની આ અનિશ્ચિતતા અને લાંબી લાઈનના કારણે પ્રવાસી સીઝનમાં લોકો માટે પોતાના પ્રવાસનું આયોજન કરવું અઘરું પડતું હતું. ત્યારે 1લી સપ્ટેમ્બરથી દિવાળી વેકેશન માટે ગિરનાર રોપવેનું બુકિંગ 100% ઓનલાઈન થશે, તથા પ્રવાસીઓ સમયસર તેમની મનગમતી તારીખ અને સમયનો સ્લોટ બુક કરાવી શકાશે.
ચુકવણીમાં મન પસંદ વિકલ્પ
1લી સપ્ટેમ્બરથી www.udankhatola.com પર ત્વરિત રોપવે રાઈડ બુક કરી શકાશે. બુકિંગ કરતી વખતે તમારા મનપસંદ ચુકવણી વિકલ્પ જેમ કે ઞઙઈં, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ પણ પસંદ કરી શકો છો, તે સાથે તમારા ઇમેઇલ પર તરત પુષ્ટિ મળી જશે.