6 જુન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી અનુસ્નાતક અભ્યાસક્રમ માટેની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. આજથી 6 ઓગષ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ ઓપન કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂનના મધ્યે શિક્ષણકાર્ય શરૂ થશે. પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ દિવસ 6 જૂન રાખવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ અંગે પણ વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તો અભ્યાસક્રમ સંબંધિત માર્ગદર્શન અંગે હેલ્પ સેન્ટરો પણ કાર્યરત કર્યા છે.
હજુ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે જ પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થશે. બાદમાં આર્ટ્સ, કોમર્સ સહિત ફેકલ્ટીમાં પ્રવેશના દ્વાર ખૂલશે. આ અભ્યાસક્રમ સંબંધિત તમામ કોલેજ ખાતે તેમજ યુનિવર્સિટી ના જુદા-જુદા ભવનો હેલ્પ સેન્ટર ઉપલબ્ધ છે. જેથી વિદ્યાર્થીઓને જરૂરી મદદ મળી રહેશે. પ્રવેશ માટેનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીએ જાહેર કર્યો છે. આજથી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ચાલુ થયો છે. જે 6 જૂન સુધી ચાલશે.