વિશ્વના ક્રુડ ઉત્પાદકોના કાર્ટેલએ ક્રુડ ઉત્પાદન ૪૦ ટકા સુધી ઘટાડવાનું નક્કી કર્યું: પેટ્રોલ-ડીઝલના ભાવ સળગશે
ભારતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા મોકાણ સર્જાઈ હતી. જો કે, હવે ક્રુડ મામલે ઉત્પાદન ઘટતા પેટ્રોલ-ડિઝલના ભાવ સળગે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી સમયમાં ક્રુડ ભારતીય ર્અતંત્રની માઠી કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. તાજેતરમાં ઓપેક એટલે કે, ઓઈલનું ઉત્પાદન કરતા દેશો તેમજ રશિયાની સંયુક્ત બેઠક મળી હતી. આગામી સમયમાં ક્રુડનું ઉત્પાદન ૪૦ ટકા સુધી ઘટાડવાનો નિર્ણય રશિયા દ્વારા આ બેઠકમાં લેવાયો હતો. પરિણામે થોડાક સમયમાં ક્રુડના ભાવ આસમાને પહોંચશે જેની સીધી અસર ભારતના પેટ્રોલ-ડિઝલના ભાવોમાં જોવા મળશે.
એક તરફ અમેરિકા ઓઈલ બિઝનેશને હસ્તગત કરવા ધડાધડ ઓઈલ ઉત્પાદન કરી રહ્યું છે. આવા સંજોગોમાં ઓપેક અને રશિયા મળીને ઓઈલનું ઉત્પાદન ઘટાડવા જઈ રહ્યાં છે. અમેરિકા પાસે આખો ક્રુડ બિઝનેશ જતો ન રહે તેનો ડર પણ ઓપેક અને રશિયાને છે. જેથી હાલ ૫ લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કરાયું છે. આવતા વર્ષના કવાર્ટર સુધીમાં દરરોજ ૫ લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન ઓછુ લેવાશે. થોડા સમય પહેલા સાઉદી અરેબીયા પણ ક્રુડનું ઉત્પાદન કટ કરવાનો નિર્ણય લઈ ચૂકયું હતું. હવે ઓપેક અને રશિયાએ પણ ક્રુડનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતા ક્રુડના ભાવ આસમાને પહોંચશે તેવું માનવામાં આવે છે.
વર્તમાન સમયમાં ભારતની અર્થ વ્યવસ્થા સુસ્ત જોવા મળી છે. આવા સમયે જો ક્રુડના ભાવમાં મસમોટો વધારો થાય તો ફૂગાવો વધશે. તેમજ વિદેશી હુંડીયામણને પણ અસર થશે. ભારતમાંથી વિદેશી હુંડીયામણ વધુ પ્રમાણમાં ઢસડાઈ જશે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે તો ફૂગાવાની સાથે મોંઘવારી પણ વધશે જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થશે. આ સાથે જ ક્રુડ સાથે સંકળાયેલા સ્થાનિક ઉદ્યોગોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ઓપેક અને રશિયા ક્રુડનું પ્રોડકશન ઘટાડશે તેવી અપેક્ષાના પગલે થોડા સમયથી ક્રુડના ભાવ ધીમે ધીમે ઉંચા જઈ રહ્યા હતા. ક્રુડનો ઈન્ટરનેશનલ બેન્ચ માર્ક બ્રેન્ટ ૮૬ ટકા વધીને ૮૪.૨૫ ડોલરે પહોંચી ગયો હતો. બીજી તરફ અમેરિકાનો બેન્ચ માર્ક ૭૭ ટકા વધીને ૫૯.૨૦ ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું હતું. જો કે, આગામી સમયમાં ઓપેક સાથે જોડાયેલા ન હોય તેવા અમેરિકા, કેનેડા, બ્રાઝીલ, નોર્વે અને ગુયાના સહિતના દેશોમાંથી આવતું ક્રુડ પ્રોડકશનમાં મુકાયેલા કાપની ખપત પુરશે તેવું માનવામાં આવી રહ્યું છે.