હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું:૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે વહેચવા બન્યા મજબૂર.?
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી જેને કારણે ચોમાસુ સિઝનનુ વાવેતર કરતા ખેડૂતોને હાલ નાણાં ની જરૂરીયાત હોય તેવા સમયે જ ડુંગળીનો પાક મફતના ભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે
હળવદ તાલુકામા ખેડુતોએ ઓણ સાલ ૩૧૦ હેક્ટરમાં મોંધા ભાવના વિયારણ ખરીદીને ડુંગળીનુ વાવેતર કર્યુ હતું રાત દિવસ કાળી મજુરી કરી ડુંગળી નો પાક તૈયાર કર્યો જ્યાં ખેડૂતો એ એક મણ દિઠ ૧૩૦ રુપીયાનો ખર્ચ કર્યો જે એક વિધામા જમીન માં ૨૫ હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ જ્યારે ડુંગરી વેચાણમા બજારમાં મુકીતો બજારમા ભાવ ૭૦ થી ૮૦ જેટલા જ ભાવ મળતા ખેડુતોનો ખર્ચ પણ નીકળે તેમ નથી હાલતો ખેડુતોએ પાકના ભાવ સારા આવાની આસાએ ડુંગળી ખેતરમા જ રાખીછે પણ બીજી તરફ લાંબા સમય સુધી ડુગરી જો ખેતરમા રાખવામા આવેતો પાક બગાડવાની પણ ભીતી સર્જાય રહી છે
હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું:૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે વહેચવા બન્યા મજબૂર.? વળી પાછા ચોમાસુ સીઝન પણ માથે હોય જેથી મગફળી અને કપાસનું વાવેતર થતું હોય તેવા સમયે ખેડૂતો ને ડુંગળી ઘરે રાખી પણ પોસાય તેમ ન હોય જેથી ડુંગળીનો યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.