વરસાદનાં કારણે પાક બગડયો હોય આવનારા દિવસોમાં ડુંગળીની આવક ઓછી રહેવાની સંભાવના
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીની આવક ઘટી હતી. વરસાદનાં કારણે ડુંગળીનો પાક બગડવાથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચ્યો હતો જેને લઈને ખેડુતોનું એવું કહેવું થતું હોય છે કે ડુંગળીમાં પાક બગડવાથી આવક ઓછી થતી હોય છે. આવનારા દિવસોમાં પણ ડુંગળીની આવક ઓછી હોવાની સંભાવના રસિકભાઈ (સેક્રેટરી)એ દર્શાવી હતી તથા રાજકોટ યાર્ડમાં નવી ડુંગળીની આવક ધીમે-ધીમે શરૂ થઈ છે.
બે દિવસથી ડુંગળીની આવક વધી: રસિકભાઈ
રસિકભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડુંગળીની આવક બે દિવસથી વધી છે તથા સામે જાવક થોડી ઘટી છે તેના કારણે ભાવમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે. હાલ ડુંગળીનાં પ્રતિ મણ ૨૨૦ થી ૫૮૦ રૂપિયા જેટલો ભાવ આવે છે અને ડુંગળીમાં આવક ૧૮૦૦ કવીન્ટ જેવી રોજ થાય છે. વરસાદને કારણે ડુંગળીની આવક પર થોડી અસર હતી પરંતુ હવેથી નવી ડુંગળીની આવક થોડી વધી છે. જોકે હજુ આવક દર વર્ષ કરતા થોડી મોડી થશે. નવી ડુંગળીની જો આવક વધશે તો ૨૦ થી ૩૦ ટકા જેવા ભાવ પણ ઘટવાની શકયતા છે.
છુટક રૂપિયા ૪૦ થી ૪૫ના ભાવે ડુંગળીનું વેંચાણ: ગૌતમભાઈ (વેપારી)
ગૌતમભાઈ (વેપારી)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ડુંગળીની ખરીદી માટે આવેલા હાલ ડુંગળીની માર્કેટ સારી છે. ડુંગળીનો ભાવ ૨૫૦ થી ૬૦૦ સુધીનો છે અમે છુટકમાં ડુંગળી ૪૦ થી ૪૫ રૂપિયા કિલો છુટક વહેંચીએ છીએ. વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થયો છે. જેના કારણે યાર્ડમાં આવક પણ ઓછી છે. આવનાર સમયમાં કહી ના શકાય કે શું ભાવ રહેશે. આવનારા સમયમાં ભાવ વધવાની પુરી શકયતા છે પરંતુ ઘટે તેવી શકયતા નથી.
ડુંગળીના ભાવ અત્યારે મધ્યમ: ગૌતમભાઈ (ખરીદનાર)
ગૌતમભાઈ (ખરીદનાર)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે ડુંગળીની માર્કેટ સારી છે. ડુંગળીનાં ભાવમાં વરસાદને કારણે ઉછાળો આવ્યો હતો પરંતુ અત્યારે ભાવ મધ્યમ છે જે ખેડુત અને વેપારી બન્ને માટે સારું છે. ૪૦ થી ૫૦ રૂપિયા કિલોનો ભાવ છે. હાલ ભાવ સ્થિર છે અને આગળ જોવાનું રહ્યું શું થાય છે.