વરસાદને કારણે રીંગણાના ભાવ રૂ. 150 એ પહોંચ્યા બાદ હવે ગુવારના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુવાર રૂ.100નો કિલોએ વેચાય છે તો પાણીના ભાવે વેચાતી ડુંગળીના ભાવ સિઝનમાં પહેલીવાર ઊંચકાયા છે.
રૂ. 5ની કિલોએ યાર્ડમાં વેચાતી ડુંગળીના ભાવ રૂ. 20 થઈ ગયા છે. આ વરસની સિઝનનો સૌથી વધુ ભાવ મંગળવારે બોલાયો હતો.
નાસિકમાં ભારે વરસાદને કારણે ડુંગળીની આવક ઘટી છે, જ્યારે રિટેલર માર્કેટમાં ડુંગળી રૂ. 50ની કિલોએ વેચાઈ હતી.