છેલ્લા ઘણા દિવસોથી ગોંડલ માર્કેટમાં ડુંગળીની અઢળક આવકો જોવા મળી છે. આ સાથે જ ડુંગળીથી ઉભરાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
ગત રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરતાં રાત્રીના જ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી અને એક જ દિવસમાં ડુંગળીના ૧ લાખ કટ્ટાની આવકો થઈ હતી.આ વર્ષે ભારતના મહારાષ્ટ્ર ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં અતિવૃષ્ટીને કારણે ડુંગળીના નિષ્ફળ ગયેલા પાકની વચ્ચે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલમાં ડુંગળીની અછતને લઈને મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન,દિલ્હી સહિતના અનેક રાજ્યોના વેપારીઓ ગોંડલ યાર્ડમાં ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યાં હોવાથી ડુંગળીના ભાવમાં ગતહ સપ્તાહ કરતાં આ સપ્તાહની શરૂઆતમાં જ તેજીનો માહોલ જોવા મળ્યાંની સાથે ૧૦૦ થી ૧૫૦નો સુધારો જોવા મળ્યો છે.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે હરાજીમાં સફેદ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૩૧થી લઈને ૩૪૧ અને લાલ ડુંગળીના ભાવ રૂપિયા ૧૦૧થી લઈને ૭૦૦/- સુધીના બોલાયા હતાં.તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડના સતાધીશોએ ડુંગળી વહેંચવા માટે આવતા ખેડૂતોને યાર્ડમા ડુંગળી સૂંકવીને લાવવા માટે પણ અપીલ કરી હતી.