ડુંગળીના ભાવ ચાર ગણા વધવાથી ગ્રાહકોને મુશ્કેલી: બટાટા સસ્તા થતા વેપારીઓ મુંઝાયા
ટમેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રીટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. તમને જાણી નવાઇ લાગશે કે અચાનક ડુંગળીના આટલો બધો ભાવમાં વધારો થઇ ગયો છે. જયારે હાલ ૧૦ થી ૧ર રૂપિયાના ભાવે મળતી હોવી જોઇએ. ત્યારે હાલ રીટેલ માર્કેટમા એ ડુંગળી ૪૫ થી ૪૫ રૂપિયાના ભાવે મળી રહી છે. સાથે જ સામાન્ય માણસની હાલાત કફોડી બની ગઇ છે.
આ સ્થિતિ જોતા વેપારીઓ તથા ખેડુતોનું કહેવું છે કે અન્ય રાજયોમાં ડુંગળીની માંગમાં વધારો થઇ રહ્યો હતો જયારે રાજસ્થાનમાં અતિ વરસાદ થવાના કારણે ડુંગળીનુ ઉત્પાદન ખુબ ઓછું થયું હતું. અને મઘ્યપ્રદેશમાં ખેડુતોએ ડુંગળીનું વાવેતર કર્યુ ન હતું. જેના કારણે ડુંગળીની અછત થવાને કારણે ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
પરંતુ હાલ મઘ્યપ્રદેશમાંથી ડુંગળીની સારી એવી આવક થવા લાગી છે. ત્યારે આગામી સમયમાં ડુંગળીના ભાવ પફર નિયંત્રણ લાવી શકાશે. સાથો સાથ હાલની પરિસ્થિતિ માં ખેડુતોને પણ સારો એવો ભાવ મળી રહે છે. હાલમાં ડુંગળીનો ભાવ ૪૦૦ થી ૫૫૦ રૂપિયા સુધી ખેડુતોને મળી રહે છે. અને સાથે રાજકોટની માર્કેટીગ યાર્ડમાં રોજની ૩૦૦૦ થી પ૦૦૦ ગુણીની આવક થઇ છે. ત્યારે ડુંગળીના ભાવમાં પણ હવે નોંધપાત્ર સુધારો થયો છે. જેના કારણે રીટેલ માર્કેટમાં ભાવમાં સુધારો થવાની શકયતા રહેલ છે.
જયારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં બટેટાની હાલત પણ કફોડી થઇ છે ત્યાંના વેપારી સાથે મુલાકાત કરતા જણાવ્યું હતું કે હાલમાં બટેટાની અવાકમાં દિવસેને દિવસે વધારો થવો જઇ રહ્યો છે. ત્યારે ચાલુ મહીનાની શરુઆતમાં બટેટાની આવક ૮૦૦૦ કવી. હતી જયારે બટેટાનો ૭૦ થી ૧૧૫ રૂપિયા મળી રહે તો હતો જયારે મઘ્યમાં આવક ૮૫૦૦ કવી. હતી જયારે એમનો ભાવ ૬૦ થી ૧૩૦ રહતો હતો આમ જ મહીનાના અંત સુધીમાં આ આવક ૯૭૦૦ કવી. ની થઇ હતી સાથો સાથ ભાવ પણ તણીયે જઇ ગયો હતો ને હાલમાં બટેટાનો ભાવ પ૦ થી ૧૩૦ રૂપિયા થઇ ગયો છે. ત્યારે રાજકોટ માકેટીગ યાર્ડ ના વેપારીઓની સાથે ઘણા ભાગના ખેડુતો પણ મુંઝવણમાં મુકાય ગયા છે. ત્યારે વેપારીનું કહેવું છે કે હાલ સ્ટોક કરેલા બટેટા માર્કેટમાં આવવાના કારણે આ હાલાત ઉભી થઇ છે. ત્યારે વેપારીઓ બટેટાને સાવ તળીયાના ભાવે વેચવા માટે તૈયાર થઇ ગયાછે. અને આગામી દિવસોમાં જ નવા બટેટાની આવક શરુ થવા જઇ રહી છે ત્યારે પહેલાના બટેટાનો સ્ટોક ખાલી કરવા માટે વેપારીઓ તળીયાના ભાવે વેચાતા કરી રહ્યા છે. સાથો સાથ ખેડુતોને પણ આ ૫રિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલના સમયમાં વેપારી ઓ અને ખેડુતો બન્ને મુશ્કેલીઓમાં મુકાય ગયા છે.