પ્રજાને રડાવતી ડુંગળીએ હવે સરકારને રડાવ્યું

દેશભરમાં ભાવ વધારાથી લોકોની આંખમાં પાણી લાવતી ડુંગળીનાં ભાવવધારાને કાબુમાં કરવા માટે સરકારે રસોડાની કસ્તુરી ગણાતી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી વેપારીઓનાં સ્ટોક પર મર્યાદાનો અમલ લાવી ઘરેલુ રીતે ઉભી થયેલી ડુંગળીની અછત નિવારવા સરકારે તાકિદનાં પગલા લઈ ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળી મળે તેવા પ્રયત્નો કર્યા છે.

દેશભરમાં અત્યારે ગરીબ-અમીરનાં રસોડાની રાણી અને કસ્તુરી ગણાતી ડુંગળીનાં ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. બજારમાં પ્રવર્તતતી ડુંગળીની અછતનાં પગલે ભારે ભાવ વધારાને કારણે ગૃહિણીઓને રાતેપાણીએ રડાવતી ડુંગળી બજારમાં ભાવવધારાને લઈને અત્યારે સફરજનનાં ભાવને પણ ટેકઓવર કરી ગઈ હોય તેમ છુટક બજારમાં ડુંગળી ૫૦ થી ૮૦ રૂપિયાનાં ભાવે વેચાય રહી છે. કેન્દ્ર સરકારે ડુંગળીનાં ભાવવધારાને કાબુમાં લાવવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી વેપારીઓ પર સ્ટોક લિમિટની મર્યાદાનું પાલન કરવા આદેશો જારી કર્યા છે. ડુંગળીનાં છુટક વેપારી કરતા વેપારીઓ વધુમાં વધુ ૧૦૦ કવીન્ટલ એટલે કે ૧૦ ટન અને જથ્થાબંધ ડુંગળીનો વ્યાપાર કરનારા વ્યાપારીઓને વધુમાં વધુ ૫૦૦ કવીન્ટલ એટલે કે ૫૦ ટનથી વધુનો સ્ટોક ન લગાવવા પ્રતિબંધ મુકયો હોવાનો વેપાર મંત્રાલયે રવિવારે લીધેલા નિર્ણયનાં અમલનાં આદેશો અપાયા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે, લઘુતમ ભાવથી ઉંચા ભાવે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં મોકલી દેવાતી ડુંગળીનાં વ્યાપારને અટકાવી દઈ સસ્તા ભાવે ડુંગળીને બારોબાર વેચી દેનારાઓને કાયદાનાં સાંણસામાં લેવાશે. દેશભરમાં ઓગસ્ટ મહિનાથી સતતપણે સળગી રહેલા ડુંગળીનાં ભાવની સમસ્યાને લઈને સરકારે હવે સખ્ત પગલા લેવાનું નકકી કર્યું છે. માંગ અને પુરવઠાનાં સાતત્યને જાળવવા અને ડુંગળીનાં ભાવ વધારાને નાથવા માટે સરકારે પાણીનાં ભાવે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી ઘરેલું માંગ અને કૃત્રિમ અછતની પરિસ્થિતિ અને ભાવ-વધારા જેવી સમસ્યા જેવા અનેકવિધ પરીબળને કાબુમાં લેવા નિકાસ પર પ્રતિબંધ અને સ્ટોક લિમિટનાં પરીણામોને અમલમાં મુકયા છે. અત્યારે છુટક બજારમાં ડુંગળીનાં ભાવો ૬૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ દિલ્હી સહિત દેશનાં કેટલાક ભાગોમાં ડુંગળીનાં પુરવઠા અને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદનાં વિઘ્નને કારણે ડુંગળી મોંઘી બની છે. ડુંગળીનાં ઉંચા દામને લઈને કેન્દ્ર સરકારે લીધેલા કેટલાક પગલાઓમાં ભાવ નિયંત્રણમાં લાવવા માટે વેપારીઓ પર સ્ટોક લિમિટ અને નિકાસ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. રાજય સરકાર પણ આ પ્રતિબંધોનું કડક અમલ કરે તેમ વ્યાપાર મંત્રાલયનાં નિવેદનમાં જણાવાયું છે.

સરકાર નિકાસ પર પ્રતિબંધનો કડક અમલ કરી જયાં સુધી ભાવ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી તમામ જાતની ડુંગળીની નિકાસ પ્રતિબંધિત જાહેર કરી વ્યાપાર મંત્રાલયની શાખા ડીજીએફટીએ નિકાસ અને આયાત બાબતોનો અમલ કરવાની સુચના જાહેર કરી છે. ડીજીએફટી દ્વારા ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની લઘુતમ નિકાસ દર પ્રતિ ટનનો ૮૫૦ ડોલર નિર્ધારીત કરીને લઘુતમ ભાવ અને ઘરેલું બજારમાં ડુંગળીનો ભાવ ઘટે તેવા પગલા લીધા હતા અને આ લઘુતમ ટેકનાં ભાવથી નિકાસને પ્રદેશ મોકલવા મનાઈ ફરમાવી દીધી હતી. આ નિયંત્રણથી નિકાસમાં ઘટાડો આવતા સ્થાનિક બજારમાં સળગતો ભાવવધારો ટાઢો થાય અને ડુંગળીનાં ભાવ ઘટે તેવી આશા સરકારે સેવી છે. સરકારે સ્ટોકમર્યાદા પર પણ કડક નિયંત્રણનાં આદેશો સાથે રાજય સરકારોને પણ દેશભરમાં સ્ટોક મર્યાદા પર અમલ કરવાનું જણાવાયું છે. નાના વેપારીઓ માટે ૧૦ ટન અને મોટા વેપારીઓ માટે ડુંગળીની સ્ટોકમર્યાદા ૫૦ ટન કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે રાજય સરકારોને દેશમાં કયાંક કાળાબજાર ન થાય તે માટે બજાર પર નિયંત્રણ રાખવાની સાથે સાથે નિયમ ભંગ કરનાર વ્યાપારીઓ પર દરોડાનાં આદેશો જાહેર કર્યા છે. છુટક ખરીદદારોને ભાવવધારામાં રાહત માટે કેન્દ્ર સરકારે સરકાર સંચાલિત મધર ડેરી, નાફેલ અને એનસીસીએફને ૫૦ હજાર ટનનાં બફર સ્ટોકને બજારમાં ઉતારી દિલ્હીમાં ૨૩.૯૦ રૂપિયા કિલોએ ડુંગળી વેચવાના આદેશો કર્યા છે. બીજા રાજયોને પણ કેન્દ્રનાં બફર સ્ટોકમાંથી માલ પુરો પાડી ડુંગળીની ખેંચ નિવારવા આદેશો કર્યા છે.  કેન્દ્ર સરકારે ગયા મહિને જ ડુંગળીનાં સંગ્રહખોરોને ડુંગળીનો જથ્થો સંગ્રહવા અને પુરનાં કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળી પકવતા રાજયોમાં પાકને નુકસાનનાં પગલે ડુંગળીની અછતને કારણે ગરજનાં ભાવ લેવા સામે ચેતવણી ઉચ્ચારી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં દર બે-ત્રણ વર્ષ એકવાર ડુંગળીનાં બેકાબુ ભાવની સમસ્યા ઉભી થાય જ છે. પુષ્કળ પુરવઠો પાકે ત્યારે સસ્તા ભાવે ડુંગળીની નિકાસ થઈ જાય અને ખેંચ ઉભી થાય ત્યારે આપણા દેશની જ નિકાસ કરેલી

ડુંગળીને મોંઘા ભાવે ખરીદવી પડે છે. માંગ અને પુરવઠાની આ રમતમાં ડુંગળી પકાવનારા ખેડુતોને હાથ ધસામણ જ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.