રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ.૫૦ થી ૧૦૦ પ્રતિ મણનાં ભાવે વેચાતી ડુંગળી
ખેડુતોની હાલત દયનીય
ડુંગળીના ભાવ તળીયે બેસી જતા જગતાતને રોવાનો વારો આવ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં હાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ છે ત્યારે ખેડુતોને પોતાની ડુંગળીના પુરતા ભાવ મળ્યા ન હોવાથી નિરાશા જોવા મળી છે. ગરીબોની કસ્તુરીએ ખેડુતોને રડાવી રહી છે. ડુંગળીનું આ વખતે પુષ્કળ વાવેતર થયું હોવાથી માર્કેટીંગ યાર્ડમાં પણ ડુંગળીની મબલખ આવક થઈ છે ત્યારે ડુંગળીના ભાવ સાવ તળીયે બેસી ગયા છે. ડુંગળીના પુરતા ભાવ ન મળતા હાલ જગતાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
અગાઉ પણ ઘણી વખત ડુંગળીનાં પુરતા ભાવ ન મળતા ખેડુતોએ ડુંગળીનો જાહેરમાં નાશ કરીને વિરોધ નોંધાવ્યો છે. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રૂ.૫૦ થી ૧૦૦ પ્રતિ મણ જેવા તળીયાના ભાવે મગફળી વેચાઈ રહી છે.ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવાના કારણે માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મોટી આવક જોવા મળી રહી છે.
જેના કારણે ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. વધુ એકવાર ગરીબોની કસ્તુરી જગતાતને રડાવી રહી છે. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડુતોની હાલત હાલ દયનીય છે. જેટલો ખર્ચ તેઓએ ઉત્પાદન પાછળ કર્યો હતો તેટલો ખર્ચ તેઓને ડુંગળીના વેચાણથી ન મળતા ખેડુતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com