• થોડા સમય પહેલાં ખેડુતોને રડાવતી ડુંગળી હવે ગૃહિણીઓને રડાવશે, ભાવ રૂ.70 પ્રતિકીલોએ પહોંચે તેવી શક્યતા
  • સરકાર ઉત્પાદનના આંકડાઓમાં થાપ ખાઈ રહી છે, સ્ટોરેજની પૂરતી વ્યવસ્થાનો અભાવ સહિતના અનેક કારણોસર ડુંગળીની અવદશા સર્જાઈ

ડુંગળીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આની પાછળ આખું ડુંગળીનું રાજકારણ છે. નાસિકનો માલ માર્કેટમાં ઓછો ઠલવાઈ રહ્યો છે, સરકાર ઉત્પાદનના ખોટા આંકડાઓમાં થાપ ખાઈ ગઈ, સ્ટોરેજની પૂરતી વ્યવસ્થાનો અભાવ સહિતના અનેક કારણોસર ડુંગળીની અવદશા સર્જાઈ સર્જાઈ છે. હજુ તાજેતરમાં જ ડુંગળીના ભાવ નહોતા આવતા, પણ હવે ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. માત્ર છેલ્લા પખવાડિયામાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં બેન્ચમાર્ક લાસલગાંવ હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં 30% થી વધુનો વધારો થયો છે. સરકારને અપેક્ષા છે કે

2023-24 માટે રવી ડુંગળીના ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ 10-13%નો ઘટાડો થશે, જેનું મુખ્ય કારણ છેલ્લા નાણાકીય વર્ષમાં લાંબા સમય સુધી સિંચાઈના પાણીની અછત છે.

પરંતુ વેપાર જગતનો એક મોટો વર્ગ એવું માને છે કે ભારતના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં રવિ પાકમાં ઘટાડો થવાની સરકારની અપેક્ષાઓ ખોટી હોઈ શકે છે. રવિ ડુંગળીના કુલ ઉત્પાદન અને સંગ્રહ વિશે કોઈ વિશ્વસનીય સત્તાવાર આંકડા સરકાર પાસે નથી એટલે સરકાર આયોજનમાં થાપ ખાઈ રહી છે.  ડુંગળીના ક્ષેત્રની બહારના ખેડૂતો તેમના નિયમિત પાકને બદલે અન્ય શાકભાજી પસંદ કરી રહ્યા છે, કારણ કે તેમને ડુંગળી કરતાં વધુ પાણીની જરૂર પડે છે.

વધુમાં જ્યારે નિકાસ ડ્યુટી લગાવવામાં આવી હતી. ત્યારે નિકાસ અટકી ગઈ હતી. ટૂંકી આયુષ્યવાળી ડુંગળીની તે સમયે નિકાસ કરી દેવાની જરૂર હતી. પણ ડ્યુટીને કારણે આવું શક્ય બન્યું ન હતું. વધુમાં દેશમાં સ્ટોરેજ વ્યવસ્થા પણ અપૂરતી છે. આમ જેમ ભૂતકાળમાં ડુંગળીને કારણે અનેક સરકાર ડીસ્ટર્બ થઈ છે. તે સિલસિલો યથાવત રહ્યો છે.

મધ્યપ્રદેશમાં ડુંગળીનું  ઉત્પાદન 30% ઓછું

મધ્યપ્રદેશ ડુંગળીનો મોટું ઉત્પાદક રાજ્ય છે. અહીં આ વખતે સિંચાઈના પાણીનો અભાવ હતો. જેને પરિણામે ડુંગળીની ઉપજને પણ ખૂબ અસર થઈ છે. ડુંગળીના રવિ પાકમાં અહીં લગભગ 30% ની અછત છે. વધુમાં હવે મધ્યપ્રદેશના વેપારીઓ નાસિકમાં ડુંગળીનો સ્ટોક કરતા થયા છે. આ ઉપરાંત નિકાસની સ્થિતિ જોઈએ તો પાકિસ્તાન, ઈરાન, તુર્કી અને ઈજીપ્ત જેવા હરીફ દેશોમાં સારા પાકને કારણે ભારતીય ડુંગળીની નિકાસની માંગ ઓછી રહી છે.

જુલાઈ અંતમાં ડુંગળીના ભાવ રૂ.70ને આંબે તેવી શકયતા

આગામી મહિનાઓમાં ડુંગળીના ભાવમાં ધીમે ધીમે વધારો થવાની ધારણા છે, જુલાઈના અંત સુધીમાં જથ્થાબંધ વેપારમાં હાલના રૂ. 27-28 પ્રતિ કિલોથી વધીને રૂ. 35 કે તેથી વધુ સુધી પહોંચી જશે. જ્યારે  છૂટક કિંમત રૂ.70 સુધી પહોંચી જશે. ડુંગળીના નિકાસકાર અજિત શાહના મતે, કેટલાક મુખ્ય પરિબળો છે જે ભાવને ઝડપથી વધવાને બદલે ધીમે ધીમે વધતા રાખે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીને ધ્યાને રાખી સરકાર કોઈ હસ્તક્ષેપ નહિ કરે

મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસર્સ માર્કેટ કમિટીના ડિરેક્ટર જયદત્ત હોલકરે કહ્યું, “મહારાષ્ટ્રમાં કાંદાની કોઈ અછત નથી અને ન તો તાજેતરના ભાવમાં થયેલા વધારાને મોટો કહી શકાય કારણ કે ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે.  હાલમાં, ભારત પ્રતિ ટન 550 ડોલરના લઘુત્તમ નિકાસ ભાવે 40% ડ્યુટી સાથે ડુંગળીની નિકાસને મંજૂરી આપે છે, જે ભારતીય ડુંગળી અન્ય દેશો કરતાં વધુ મોંઘી બનાવે છે.  વેપારીઓ અને ખેડૂતોને આશા છે કે

સરકાર ન તો ડ્યૂટી ઘટાડશે કે ન તો નિકાસ પર પ્રતિબંધ લાદશે કારણ કે લગભગ ત્રણ મહિના પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ડુંગળી ઉગાડતા પ્રદેશમાં ચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી, શાસક એનડીએ ફરીથી ખેડૂતોને નારાજ કરે તેવી શક્યતા નથી. સરકાર માટે હસ્તક્ષેપ કરવાનો બીજો વિકલ્પ એ છે કે પછીથી ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળીનો પોતાનો સ્ટોક બનાવવો.  પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી તેઓ બફર સ્ટોક બનાવવા માટે ડુંગળી ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.