ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે માર્કેટિંગ યાર્ડ તો ડુંગળીથી છલોછલ છે ઉપરાંત યાર્ડ બહાર પણ ડુંગળીની ચિક્કાર આવક જોવા મળી રહી છે. ગામે ગામથી ડુંગળી વહેંચવા આવતા ખેડૂતોની યાર્ડ બહાર લાંબી લાંબી લાઈનો લાગી છે. જેથી ખેડૂતોને પોતાનો ડુંગળીનો પાક વહેંચવા નેશનલ હાઇવે પર જ રાત અને દિવસ વિતાવા પડે છે
માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી વાહનોની 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. રાત્રીના 12 વાગ્યે આવક શરૂ કરતાં અંદાજે 1.40લાખ લાલ ડુંગળીના કટ્ટાની આવક થઈ સફેદ ડુંગળી 25 હજાર કટ્ટાની થવા પામી હતી. 3 દિવસ પહેલા પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1 લાખ જેટલા કટ્ટાની આવક થવા પામી હતી. જેમાં લાલ ડુંગળીની અંદાજે 1 લાખ કટ્ટાની તેમજ સફેદ ડુંગળી ની 15 થી 20 હજાર કટ્ટાની આવક થવા પામી હતી લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200થી લઈને 700/- સુધીના ભાવ હરરાજીમાં બોલાયા હતા.
બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 180થી લઈને 250 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સારા ભાવ મળતા હોવાથી દૂરથી ખેડૂતો અહીંયા ડુંગળી વેચવા આવતા હોય છે જેથી ગોંડલમાં ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે.
અનેક વાહનો લાઈનમાં ઉભા
ડુંગળીની આવક અંગે દલાલ મંડળના પ્રમુખ મુકેશ સતાશિયાએ વિગતો આપી હતી. માર્કેટીંગ યાર્ડની બંને સાઇડ પાંચ કિલોમીટર સુધીની કતારો છે ગોંડલ નેશનલ હાઈવે પર જ્યાં નજર પડશે ત્યાં ડુંગળી ભરેલા વાહનો નજરે આવશે. ગતરાત્રે માર્કેટીંગ યાર્ડની બંને સાઇડ આઠ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી ગઇરાત્રે આશરે 1800 જેટલા ડુંગળી ભરેલા વાહનો લાઈનમાં હતા. જોકે રાત્રે બાર વાગ્યે આવક શરૂ કરાતા આશરે બારસો જેટલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ અપાયો હતો એમને ડુંગળી લેવાઈ હતી જોકે અને છતાં પણ દિવસ દરમિયાન 600 જેટલા વાહનો લાઈનમાં ઉભા હતા.
પ્લોટ ભાડે રાખી ડુંગળી ઉતારવામાં આવી
વધારે વાહનોનો સમાવેશ કરી શકાય એટલા માટે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા તાત્કાલિક યાર્ડની આસપાસના પ્લોટ ભાડે રાખીને ત્યાં ડુંગળી ઉતારવામાં આવી હતી. જુનાગઢ અમરેલી પોરબંદર સહિતના અનેક જિલ્લાના ખેડૂતો પોતાની મગફળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેે ગયાા વર્ષની આવતા હોય છે
ઉત્પાદન 20 ટકા વધુ, ભાવ ઓછા
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 20% ડુંગળીની આવક વધી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આવતી ડુંગળી ના કુલ જથ્થાના 50% જથ્થો ઉત્તર પ્રદેશમાં જાય છે આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી ડુંગળી જાય છે જો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના ભાવ ખેડૂતોને પ્રમાણમાં ઓછા મળી રહ્યા છે.
માર્કેટિંગ યાર્ડ મોટું બને તેવી ખેડૂતોની ઈચ્છા
આ વર્ષે વધુ વરસાદના કારણે અનેક ખેત પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જતા રડવાનો વારો આવ્યો છે. જોકે ખાવામાં રડાવતી ડુંગળી આવકમાં ખેડૂતોને હસાવી રહી છે જોકે માર્કેટિંગ યાર્ડ બજાર પોતાના પાક વેચવા લાઈનમાં ઉભો રહેતા ખેડૂતો ઇચ્છી રહ્યા છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ હજુ મોટુ બને અને તેમને લાઇનમાં ઊભું ન રહેવું પડે