જૂના યાર્ડમાં માત્ર ૪ દલાલોની લાભ મળતો જયારે બેડી ખાતે ૨૨૫ જેટલા દલાલોનો લાભ ખેડૂતોને મળશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી માટે ઐતિહાસીક નિર્ણય લેવાયો છે. હવેથી બેડી માર્કેટીંગ યાર્ડમાં ડૂંગળીની હરરાજી કરવામાં આવશે. આ નિર્ણયની આજથી જ અમલવારી શરૂ થઈ છે. ખેડૂતોને કોઈ તકલીફ ન પડે એટલા માટે આયોજકોએ ખેડુતોના હિતમાં નિર્ણય લીધો છે. જૂના યાર્ડમાં ડુંગળીની હરરાજી માટે માત્ર ૪ દલાલ હતા પરંતુ નવા માર્કેટીંગ યાર્ડમાં હવેથી ખેડુતોને ૨૨૫ દલાલોનો લાભ મળશે.
કેટલાક વર્ષોથી રાજકોટમાં નવુ માર્કેટીંગ યાર્ડ બનવા છતા ડૂંગળીનું વેચાણ જૂના યાર્ડમાં જ થતું હતુ ત્યારે હવેથી ગરીબોની કસ્તુરી એવી ડુંગળીનું વેચાણ નવા માર્કેટીંગ યાર્ડમાં કરવાનો નિર્ણય સતાધીશો અને કમિશન એજન્ટોના સહકારથી લેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ડુંગળીના વેપારીઓ અને દલાલો દ્વારા ડુંગળીનું ખરીદ-વેચાણ તાત્કાલીક બંધ કરી દેવાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ખેડુતોને જ જૂના યાર્ડમાં માત્ર ૪ જ દલાલો હતા તેને બદલે અહી નવા માર્કેટીંગ યાર્ડમાં ૨૨૫ જેટલા દલાલોનો લાભ મળવા પામશે આ નિર્ણય બાદ ડુંગળીની આવક પણ બેડી યાર્ડમાં શરૂ કરવા દેવામાં આવી હતી.ને આજથી ડુંગળીની હરરાજી પણ નવા યાર્ડમાં શરૂ થવા પામી છે.