તીર્થધામ સરધાર ના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની લાખો હરિભકતો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. જે આગામી ડિસેમ્બરમાં ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. મહોત્સવની ચાલતી પૂર્વ તૈયારીઓને જોતા જ સમજાઇ જાય કે આવો ઉત્સવ આ પહેલા ગુજરાતમાં તો શું પુરા ભારતમાં કયારેય નહી ઉજવાયો હોય.

નવદીનાત્મક મહોત્સવ દરમિયાન લાખો હરિભકતો તેમજ ધર્મપ્રેમી જનતા કથા શ્રવણ, દેવદર્શન, તેમજ સંત દર્શનના લાભ લેશે. આવી વિશાળ જનમેદની ને સુવ્યવસ્થા પ્રાપ્ત થાય તે માટે અહીંના વ્યવસ્થાપકો ખુબ જ સુંદર આયોજનો કરી રહ્યા છે.જેના ભાગ રુપે પ00+650 સ્કેટર ફુટનો વિશાળ સભા મંડપ તેમજ મહોત્સવ દર્શનાર્થિઓ ના રાત્રી રોકાણ માટે કથા શ્રવણ માટે તથા જુદા જુદા વિવિધ કાર્યક્રમો માટે રપ0 એકર જેટલી જમીન ઉપર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તેમાં પણ વિશેષ અતિથિઓ તેમજ યજમાનો માટે વિશેષ ટેન્ટ હાઉસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહોત્સવ દરમિયાન દરરોજ  લાખો દર્શનાર્થીઓ મહાપ્રસાદ લઇ શકે તેવા વિશાળ ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, 1008 કુંડી વિશાળ યજ્ઞ વગેરે ની પૂર્વ તૈયારીઓ માટે છેલ્લા બે મહિનાથી દરરોજ બે થી અઢી હજાર સ્વયંસેવકો સ્વયંભુ ઉત્સાહથ સેવા કાર્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.