ગુજરાતમાં માસમોટો દરિયાકાંઠો છે. દરિયામાં મોટા પ્રમાણમાં ક્રૂડ હોવાની અપેક્ષા અનેક વખત રાખવામાં આવી છે, ત્યારે કચ્છમાં મોટા પ્રમાણમા ક્રૂડનો જથ્થો મળી આવશે તેવા સંજોગો છે.
ઉપરાંત ongc દ્વારા કચ્છમાં તેલ ઉત્પાદન કરવામાં આવશે. તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા વર્કશોપ યોજાયો હતો જેમાં તેલના ભંડાર અને રિફાઇનરી અંગે વિગતો આપવમાં આવી હતી.
આંકડા મુજબ, કચ્છમાં 2200 મિલિયન મેટ્રિક ટન તેલ હોવાની શક્યતા છે. તેલના જથ્થાની પ્રોસેસ માટે રિફાઇનરીઓની કચ્છમાં સ્થાપના કરવમાં આવશે.