શહેરના કુવાડવા રોડ પર તિર્ત રેસીડેન્સીમાં રહેતા અને ક્રિશ્ના બેન્ગલ્સના નામથી બંગડી વેચાણનો ધંધો કરતા સાગરભાઈ ગણેશભાઈ વૈષ્ણવ અને માનસરોવર પાર્કમાં રહેતા મુકેશ સોમાભાઈ મકવાણા મિત્રતાના સંબંધના દાવે રકમ રૂ.૬,૫૦ લાખને એક મહિનામાં પરત કરવાની શરતે આપેલા જેથી સમય મર્યાદા પૂર્ણ થતા લેણી રકમની માંગણી કરતા રૂ.૫,૨૫ લાખ પરત કરવા બે ચેકો ઈસ્યુ કરી આપેલા જે બંને ચેકો રીટર્ન થતા અદાલતમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરતા આરોપી હાજર રહેવા સમન્સ કરવામાં આવેલો અને કેસ ચાલવા પર આવતા ફરિયાદીએ મૌખીક સાથે દસ્તાવેજી પૂરાવો આપેલ જુદા જુદા ચુકાદાઓ સાથે લેખીત તેજ મૌખીક ધારદાર રજુઆતો કરી છે.
એડી. ચીફ જયુડી મેજી. આરોપી મુકેશ મકવાણાને બંને ચેક રીટર્ન કેસોમાં એક એક વર્ષની સજા અને વળતર પેટે ચેક મુજબની રકમો ચૂકવવા અને જો તે મુજબ રકમ ન ચૂકવે તો બંને કેસોમાં વધુ છ છ માસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોકત કામમાં ફરિયાદી સાગર વૈષ્ણવ વતી રાજકોટના એડવોકેટ જય પારેડી, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.