રાજુલા-૯૮ વિધાનસભા પર કોંગ્રેસ શાસનનું આજે એક વર્ષ પૂર્ણ થયેલ છે. જેમાં નિષ્ફળ જવાના આક્ષેપ સાથે આજે રાજુલા ભાજપે મૌન રેલી કાઢીને અનોખો વિરોધ કરવામાં આવેલ હતો. રાજુલામાં છેલ્લા ઘણા સમય બાદ ભાજપ દ્વારા વિરોધરુપે રેલી કાઢવામાં આવતા લોકો જોવા ઉમટી પડયા હતા. આ અંગે ભાજપ દ્વારા એવું જણાવેલ છે કે વિધાનસભા રાજુલા-૯૮ માં કોંગ્રેસની જીતનું એક વર્ષ પૂર્ણ થયું જે સદંતર નિરાશાજનક રીતે પબ્લીકના કોઇ જ કામ થતા નહી હોય કોં ને ઢંઢેળવા માટે આ મૌન રેલી યોજવામાં આવેલ હતી. અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બસ સ્ટેન્ડ પાસે વૃઘ્ધાશ્રમમાં સમાપન થયેલ હતું. આ રેલીમાં જીલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, રાજુલા પૂર્વ નગરપાલિકાના ચેરમેન દીલીપભાઇ જોશી તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયેલ હતા.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!