આજે ચંદ્રયાન -2 ઓરબીટને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં ચંદ્રયાન -2એ ચંદ્રની ભ્રમણકક્ષામાં 4400 ચક્કર લગાવ્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિકો એ આશા વ્યક્ત કરી છે કે આ ઓરબીટમાં એટલું બળતણ બાકી છે કે તે આગામી સાત વર્ષ સુધી પરિભ્રમણ કરવાનું ચાલુ રાખશે.
ઇસરોના જણાવ્યા અનુસાર, અત્યારે ચંદ્રયાન -2 ઓર્બિટરના તમામ સાધનો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. ચંદ્રયાન -2એ 22 જુલાઈ 2019 ના રોજ યાત્રા શરૂ કરી હતી. તે એક વર્ષ પહેલા 20 ઑગસ્ટના રોજ ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યો હતો.
ઇસરોએ કહ્યું છે કે ચંદ્રયાન -2 ના બાકીના બે ભાગ એટલે કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સફળ થઈ શક્યા નથી. પરંતુ, અમારું ઓરબીટર હજુ ઘણા વર્ષોથી કાર્ય કરવાનું ચાલુ રાખશે. તેમાં હાજર 8 અત્યાધુનિક ઉપકરણો અમને ચંદ્ર સાથે સતત અપડેટ રાખે છે.
આ સમયે, ઓરબીટર ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર ઉપર ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરે છે. ઇસરોના વૈજ્ઞાનિકો જરૂરિયાત મુજબ તેની ઉંચાઈ 25 કિ.મી. સુધી વધારતા રહે છે. જેથી કોઈ અકસ્માત ન થાય.