Abtak Media Google News

 તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી: એક વર્ષમાં નાગરિકોની સુખાકારી માટે દરેક ક્ષેત્રમાં નવા નિર્ણયો લેવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વંચિતો, બાળકો અને મૂળભૂત સુવિધાઓની સ્થિતિને સુધારવા માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનવામાં સફળ રહ્યું છે. આ અભૂતપૂર્વ વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે હવે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, વિવિધ નિર્ણયો કરવામા આવ્યા છે. આ કામગીરીથી રાજ્યના નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે અને તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ તકો ઉપલબ્ધ થઇ છે.

Untitled 1 Recovered Recovered 80

મુખ્યમંત્રી માતૃશકિત યોજનાનો 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-23) 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે. ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મંજૂર કરવામાં આવી છે.  એસ્ટ્રો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જૂન 2022માં મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. 10 જૂન, 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એસ્ટોલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવ્યો, જેના થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણીનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાન   નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે ગુજરાતમાં નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે રાજ્યના 4000 ગામમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા પહોંચતી કરવા માટે નેમને સાકાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેના માટે રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

નવી નીતિઓથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ  તરીકે અગ્રેસર ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં અસરકારક નીતિઓ લાવીને એક નવી દિશા સ્થાપિત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન  મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરીને ગુજરાતને પોલિસી આધારિત રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ એક વર્ષની અંદર જ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઈંઝ, બાયોટેક, સ્પોર્ટ્સ,  સેમી કંડક્ટર, ડ્રોન, તેમજ  જજઈંઙ 2.0 પોલિસી જાહેર કરીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને સંબંધિત ક્ષેત્રનો વિકાસ થશે. રોકાણ માટે પણ આ નીતિઓમાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે.

  • ડ્રોન ટેક્નોલોજીથી જંતુનાશક દવાઓના છંટકાવ માટે રૂ.35 કરોડની ફાળવણી

ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય અને જંતુનાશક દવાઓના છંટકાવામાં સમયની પણ બચત થાય તે હેતૂથી, રાજ્ય સરકારે નેનો યુરીયા ખાતરને ડ્રોનની મદદથી છંટકાવ કરવા માટે રૂ. 35 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇ દ્વારા ખેડૂતોને ડ્રોનના ભાડાની ચૂકવણીમાં સહાયતા કરવામાં આવશે. તેમાં ખર્ચના 90 ટકા અથવા રૂ. 500, એ બેમાંથી જે ઓછું હશે તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ સિવાય સમગ્ર રાજ્યમાં આ યોજના લાગૂ રહેશે.  કૃષિ વિભાગે તેના માટે ડ્રોન ઓપરેટર્સ પાસેથી સેવાઓ લેવા માટે અરજીઓ પણ મંગાવી છે . લાભાર્થીઓને નાણાકીય સહાય ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

  • કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતોથી વિકાસની બુલંદી સુધી

કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં પણ કચ્છે રોડ રસ્તા, ઔદ્યોગિક ક્ષેત્ર, પર્યટન, શહેરી વિકાસ અને ખેતી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. પછાત જિલ્લાઓની યાદીમાં જેની ગણના થતી હતી તે જિલ્લો હવે નવા રંગરૂપમાં વિશ્વક્ષેત્રે ઓળખ બનાવી રહ્યો છે. આ જ્વલંત સફળતા પાછળ હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને દૂરંદેશી નેતૃત્વ કારણભૂત છે.

  • હવે નાગરિકો ઘરે બેઠા નોંધવી શકશે પોલીસ ફરિયાદ

વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં નાગરિકોને કેટલી મુશ્કેલી પડતી એ વાતથી સૌ કોઈ વાકેફ છે. આવી ફરિયાદો કરવામાં થતી તકલિફોને કારણે ચોરીના કેસની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં નોંધાતી હતી અથવા નોંધાવવામાં આવતી હતી. સરકાર દ્વારા આ વીશે હવે નાગરિકો પોતાના વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકે તે માટે નાગરીકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ માં સરળતા રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા નવો અભિગમ વિકસાવી ઈ-એફ.આઇ.આરની શરુઆત કરવામાં આવી છે.

  • ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું-નવા કરવેરા વિનાનું પુરાંતવાળું બજેટ જાહેર

વર્ષ 2022માં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. 3 માર્ચ, 2022ના રોજ 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું, કોઇપણ નવા કરવેરા વગરનું પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટ ગત વર્ષની તુલનામાં રૂ.17,000 કરોડ વધારે છે.

  • ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી  અમિત શાહ દ્વારા જાહેર કરાયેલ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (ૠૠઈં) 2021 કમ્પોઝિટ રેન્ક સ્કોરમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે 10 માંથી પાંચ ક્ષેત્રોમાં 5.66 (અગાઉના ઈન્ડેક્સ કરતાં 12.3% વધુ)ના સ્કોર સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગિતાઓ, આર્થિક શાસન, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષાનો સમાવેશ થાય છે.

  • ગુજરાતના યાત્રાધામો બન્યાં વધુ સુવિધાયુક્ત

ગુજરાત સરકાર હવે રાજ્યના યાત્રાધામોમાં પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં યાત્રાધામોના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી મંદિર સહિતનાં યાત્રાઘામના સ્થળોએ સુવિધાઓ વિકસાવામાં આવી છે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે.

  • રાજ્યની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓને અ+ની શ્રેણીમાં સ્થાન

રાજ્ય સરકાર દ્વારા પણ રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર સતત ભાર મુકવામાં આવી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે 27% થી વધુ યોગદાન સાથે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા 76,732 થી વધુ લોકોને કુલ રૂ. 528 કરોડની સબસીડી આપવામાં આવી છે. તો છેલ્લા એક વર્ષમાં કુલ 309 મેગાવોટ સૌર ક્ષમતા સ્થાપિત કરાઈ છે. અત્યાર સુધીમાં, ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા 1923 મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. હાલ, ગુજરાતમાં તેની કુલ ઊર્જાના લગભગ 43% ઉત્પાદન પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ સોલાર પાર્કની સ્થાપના 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 730 મેગાવોટની ક્ષમતા સાથે કરવામાં આવી હતી.

  • સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 2019થી ગુજરાત બેસ્ટ પર્ફોમર સ્ટેટ તરીકે અગ્રેસર

વડાપ્રધાનના વિઝનમાંથી પ્રેરણા લઈને, ગુજરાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી રજૂ કરી હતી. દેશમાં આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 દ્વારા વડાપ્રધાનના વિઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે. 2019 થી 2021 સુધીના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતને ’બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સમાં 70% થી વધુની વૃદ્ધિ થઈ છે. 2016માં, રાજ્યમાં માત્ર 24 સ્ટાર્ટઅપ્સ હતા. 2021 સુધીમાં, રાજ્યમાં 1717 સ્ટાર્ટઅપ્સ નોંધાઇ ચૂક્યા છે. જાન્યુઆરી 2022થી જૂન 2022 વચ્ચે 973 નવા સ્ટાર્ટઅપ્સ રાજ્યમાં નોંધાયા છે.

  • તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી

વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈ, 2022ના રોજ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.