રાજકોટ અગ્નિકાંડ:

સમગ્ર રાજ્યને હચમચાવી દેતી રાજકોટની TRP ગેમઝોનની દુર્ઘટનાને એક સપ્તાહ થઇ ચુક્યું છે. હજુ સુધી પરિવારજનોના આંસુ સુકાયા નથી ત્યારે આ દિવંગતોને ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ત્યારે એક નજર કરીએ આ સપ્તાહમાં કરવામાં આવેલી કાર્યવાહીઓ પર….Screenshot 1 1

પહેલો દિવસ 25/05/2023:

રાજકોટ TRP ગેમઝોન ખાતે સાંજે લગભગ 5 વાગ્યે આગ લાગી હતી.આશરે 5.39 મિનિટે ફાયર બ્રિગેડમાં જાણ કરાઈ હતી. પહેલા દિવસે 24 જેટલા મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોસ્ટમોર્ટમરૂમ પાસે મૃતકના સ્વજનો ઉમટ્યા હતા. આ પછી DNA સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બીજો દિવસ 26/05/2023:

મુખ્યમંત્રીએ ઘટનાસ્થળ અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ પછી રાજ્ય સરકારે SITની રચના કરી હતી.તેમજ SITએ  સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે લાઈસન્સ આપ્યા હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સ્વીકાર્યું હતું. DNA મેચ થતાં મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી હતી. SITના વડા સુભાષ ત્રિવેદી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

ત્રીજો દિવસ 27/05/2023:

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, JCP વિધિ ચૌધરી, DCP સહિત 7 અધિકારઓને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ 8 મૃતકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા હતા. 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા. મુખ્ય સુત્રધાર ધવલ ઠક્કરને આબુ રોડથી ઝડપી પાડવામાં આવ્યો હતો. TRP ગેમઝોનના ભાગીદાર પ્રકાશ જૈન ગુમ થયાની અરજી તેમના પરિજનોએ કરી હતી.

ચોથો દિવસ 28/05/2023:

રાજકોટમાં નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, મનપાના કમિશનર ડી. પી. દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો.બંનેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ પછી સિવિલ હોસ્પિટલે પરષોત્તમ રૂપાલા સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો બે સસ્પેન્ડેડ PI સહિત સાતેયના નિવેદન નોંધાયા હતા. તેમજ લાપતા પ્રકાશ હીરણનું મોત થયાની વાત સામે આવી હતી. કોર્ટે આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પોલીસે વધુ 11 મૃતકોના મૃતદેહ તેમના પરિજનોને સોંપ્યા હતા.

પાંચમો દિવસ 29/05/2023:

તત્કાલિન પોલીસ કમિશનર સહિત 14 સામે કોર્ટમાં વકીલે ફરિયાદ નોંધાવી હતી. ACB અને CID ક્રાઈમ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી. ગેમઝોનની જમીનના જમીનમાલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે અશોકસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાહુલ રાઠોડને ગોંડલ લઈ જઈને તેના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી. આ પછી ટીપીઓ સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, પીજીવીસીએલના એન્જિનિયર ચૌહાણની પૂછપરછ કરવામાં આવી હતી. તો વધુ 6 મૃતકોના મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા.

છઠ્ઠો દિવસ 30/05/2023:

ફાયર એનઓસી વગર ચાલતા 43 એકમ સીલ કરવામાં આવ્યા હતા.તો 107ને નોટીસ આપવામાં આવી હતી. ACB દ્વારા સાગઠિયાની મનપા સ્થિત ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. 36કલાકની પૂછપરછ બાદ મનપાના TPO એમ ડી સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોષી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી હતી. ગુનામાં કલમ 36નો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના PI વી.એસ. વણઝારા અને જે.વી. ધોળાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

સાતમો દિવસ 31/05/2023:

કોર્ટે TPO સાગઠિયા સહિત પકડાયેલા ચારેય અધિકારી આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોઈને છોડવામાં આવશે નહીં. તેમજ હાઈકોર્ટ રાજ્યના ગેમ ઝોન અંગે નિર્દેશ જારી કરી શકે છે.

હજુ ઘટના અંગે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.