1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં નેશનલ ન્યુટ્રીશન વીક મનાવવામાં આવે છે. જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા લોકો પણ એમની સાથે જોડાયા છે. વેજીટેરીયન ખોરાકનાં ઘણા ફાયદાઓ હોય છે. વેજિટેરિયનખોરાક વધુ સંતુલિત હોય છે. શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ આનાથી ઘણા વધુ ચડિયાતાં છે.
એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. સંતુલિત શાકાહારી ખોરાક પણ વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી જ શકે છે. શાકાહાર પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે.
નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે.