અક્ષરધામસ્થ શાસ્ત્રી ભગવત ચરણદાસજી સ્વામીની સ્મૃતિમાં ગુરૂવંદના મહોત્સવ

દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી  7  કથા શ્રવણ, રાત્રે 9 થી 10.30 ઘર સભા યોજાશે:  સંતપ્રવચનમાળા, દંતયજ્ઞ,  સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, સમુહ મહાપુજા સહિતના અનેક આયોજનો

સ્વામિનારાયણ મંદિર જામજોધપુર દ્વાર જામજોધપુર ની પાવન ઘરામાં આગામી  29જાન્યુંઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત અક્ષરધામસ્ય સદ્દગુરુ શાસ્ત્રી ભગવતચરણદાસજી સ્વામીની સ્મૃતિમાં ભવ્યાતિ ભવ્ય , દિવ્યાતી દિવ્ય ગુરવંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગતો આપતા કોઠારી સ્વામી રાધારમણદાસજી, વિવેક સાગર સ્વામી,  જીતુભાઈ રાધનપુરા અને જયભાઈ રફાળીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી  હતી.

પૂજ્ય સ્વામી ભગવતચરણદાસજીએ  ગોંડલ , માણાવદર , જુનાગઢ મંદિરમાં સેવા આપી રાધારમણદેવ સત્સંગ વિકાસ પરિષદ્દની સ્થાપના કરી ગામડાઓમાં અવિરત વિચરણ કરી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા , અહમ , વહેમ , કુ રિવાજથી લોકોને જાગૃત કરી સાચી દિશા બતાવી , સમાજ ઉધ્ધાર અને ઉત્થાનનું કાર્ય કર્યું . જળ સિંચન અભ્યાન , સ્ત્રીભુણ હત્યા બંધ કરવા લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું . વૃક્ષારોપણ ની બાબત હોય કે સ્ત્રી શિક્ષણની બાબત હોય કે પછી રામ મંદિર રામ જન્મભૂમિ મુક્તિની વાત હોય તમામ ક્ષેત્રે પૂજ્ય સ્વામીજીએ સ્વસ્થ સમાજ , સુખી સમાજની સ્થાપના માટે અવિરત કાર્ય કરી વિક્રમ સવંત 2073 ફાગણ સુદ – 13 , તારીખ 10/03/2017 ના રોજ પ્રાત:કાળે શ્રીહરીનું સ્મરણ કરતા થકા 67 વર્ષની વયે અક્ષર નિવાસી થયા જેમની પુણ્ય સ્મૃતિમાં આ મહોત્સવ સાત દિવસ સુધી ઉજવાશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના એક હજાર ઉપરાંત સંતો પધારશે . સરધારધામ નિવાસી સંતવર્ય પુ.નિત્યસ્વરૂપદાસજી સાત દિવસ સુધી શ્રીમદ્દ ભાગવત કથા દ્વારા ભક્તિરસ રેલાવશે . ઉત્સવ સાથે સમાજલક્ષી કાર્યો પણ સંપન્ન થશે. દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 7 કથા શ્રવણ, રાત્રે 9 થી 10.30 ઘરસભા, યોજાશે આ સાથે

સર્વરોગ નિદાન કેમ્પ , રક્તદાન કેમ્પ , દંતયજ્ઞ , નેત્રયજ્ઞ, ભોજન પ્રસાદ સહિતના કાર્યો થશે આ મહોત્સવમાં પધારવા જામજોધપુર મંદિરના કોઠારી  જગતપ્રકાસદાસજી સ્વામી તથા શાસ્ત્રી  રાધારમણદાસજી સ્વામી દ્વારા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દરરોજ સંતોની વ્યાખ્યાન માળા યોજાશે

સવારે 11 થી 11.30 ના સેશનમાં 30મીએ નિર્લેપસ્વરુપદાસજી સ્વામી, 31મીએ શાસ્ત્રી નારાયણ સ્વરુપદાસજી સ્વામી, રએ મહાદેવપ્રસાદજી મહેતા, 3 એ રામકૃષ્ણદાસજી સ્વામીની વ્યાખ્યાન માળા યોજાશે. જયારે સાંજે 5.30 થી 6 વાગ્યાના સેશનમાં 30મીએ બાલકૃષ્ણદાસજી સ્વામી, 31મીએ જ્ઞાનજીવનદાસ સ્વામી:, રએ નીલકંઠચરણદાસજી સ્વામી, 3એ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીનું વ્યાખ્યાન યોજાશે.

કથાના અંતિમ દિને જીજ્ઞેશદાદાનો સત્સંગ અને કિર્તિદાનનો લોકડાયરો

તા.4 ના રોજ કથાના અંતિમ દિવસે બપોરે 3.30 થી 6.30 કલાકે જીજ્ઞેશદાદાનો સત્સંગનો કાર્યક્રમ યોજાશે. જયારે રાત્રે 9 થી ર વાગ્યા સુધી કિર્તીદાન ગઢવી અને ઘનશ્યામ લખાણીનો લોકડાયરો યોજાશે. આ સાથે અંતિમ દિવસે જામજોધપુરમાં ઘુમાડા બંધ ગામ જમણ યોજાશે.

29મીએ પોથીયાત્રા યોજાશે

ર9મીએ 3 કલાકે જલારામ મંદિરથી પોથીયાત્રા નીકળશે જે ભાટીયા ધર્મશાળા જશે. ત્યારબાદ 5.30 કલાકે મંગળ પ્રવચન, 6 કલાકે કથા પ્રારંભ થશે. તા.1એ બપોરે ર વાગ્યે ર જન્મોત્સવ સાંજે 6 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. તા.3એ સવારે 7 કલાકે સમુહ મહાપુજા અને સાંજે 6.30 કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.