વેસ્ટેજ ચાના ભુસ્સા અને કેમિકલ કલરની મદદી બનાવાતી હતી ડુપ્લીકેટ ચા: પરાબજારમાં દર્શન ટી દ્વારા છેલ્લા ૧૩ વર્ષી ચાલતુ હતું કારસ્તાન: ૧૦૫૦ કિલો ચા, ૬૦ કિલો ભુસ્સુ અને ૬૦ કિલો કેમિકલ કલરનો નાશ

1 38

વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ લોકોના આરોગ્ય સો જીવલેણ ચેડા કરી રહયાં છે. તમામ પ્રકારની ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું છાશવારે બહાર આવે છે. દરમિયાન રાજકોટમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પ્રમ વખત ડુપ્લીકેટ ચા બનાવતું યુનિટ પકડી પાડવામાં આવ્યું છે.

ચાની ભૂકી પણ ભેળસેળી બાકાત રહી શકી ની. પરાબજારમાં દર્શન ટી દ્વારા વેસ્ટેઝ ચાના ભુસ્સા અને કેમિકલ કલરની મદદી ડુપ્લીકેટ ચા બનાવવામાં આવતી હોવાનું કારસ્તાન આજે પકડી પાડવામાં આવ્યું છે. ૧૦૫૦ કિલો ચા, ૬૦ કિલો ભુસ્સુ અને ૬૦ કિલો કેમિકલ કલરનો નાશ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના બરાબજાર વિસ્તારમાં હાી મસાલા પાછળ ઘી પીઠના ડેલાની સામે આવેલા અર્હમ કોમ્પલેક્ષમાં દર્શન ટી નામની દુકાન આવેલી છે. આ ફમનું રજીસ્ટ્રેશન ૨૦૦૫માં કરવામાં આવ્યું છે.

દર્શ ટી નામની કંપની દ્વારા કેમિકલ કલર અને વેસ્ટેઝ ચાના ભુસ્સાી ડુપ્લીકેટ ચા બનાવવામાં આવતી હતી અને માર્કેટમાં ગુયાબરી, અલંકાર, ટીઓકે, ટેકો પાણી, સૈયાસી, વીર ઝોહરા જેવા અલગ અલગ નામે રાજકોટ, ભાવનગર, અમરેલી, શિહોર સહિતના ગામડામાં ચા વેંચવામાં આવતી હતી.

4 18

દર્શ ટીના સંચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટરો અને ચાના ડાના વેપારીઓ પાસેી ૧૫ થી ૨૦ ‚પિયા લેખે વેસ્ટેજ ટીનું ભુસ્સુ ખરીદવામાં આવતું હતું. જેને સુકવી તેને કેમિકલ ભેળવી અને માર્કેટમાં ડુપ્લીકેટ ચા રૂ થી ૪૦ લેખે વેંચવામાં આવતી હતી.

રાજકોટના ઈતિહાસમાં પ્રમ વખત ડુપ્લીકેટ ચા બનાવતું યુનિટ પકડી પાડવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન દર્શ ટી માંથી પાવડર મેકિંગ મશીન, મીકસીગ મસીન મળી આવ્યા હતા. આશરે ૬૦ કિલો વેસ્ટેજ ચાનું ભુસ્સુ, ૬૦ કિલો કેમિકલ કલર, ૩૦ કિલોની ૧ એવા ૩૫ નંગ ચાના થેલા એટલે કે ૧૫૦ કિલો ચાની ભૂકી, સુકવેલી ચા, કેમિકલ કલર અને લીકવીડ સહિતના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.