રેન્જ દ્વારા ૧૦૬૬૮ બોટલ શરાબ અને વાહન મળી રૂ.૫૪.૪૦ લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ
૩૧ ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની પેરવીના મનસુબાને નાકામ કરવા તંત્ર એલર્ટ થયું છે.
જેમાં સામખીયાળી નજીક જય દ્વારકાધીશ હોટલ સામે ટ્રકમાંથી રૂા. ૪૩.૩૫ લાખની કિંમતનો ૧૦૬૬૮ નંબરની કિમંતનો વિદેશી દારૂનો જંગી જથ્થા સાથે ટ્રકના ચાલક ધરપકડ કરી શરાબ અને વાહનો મળી રૂ.૫૪.૪૦ લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છ સરહદી રેન્જમાં દારૂ-જુગારની બદી ડામવા આઈ.જી. જે.એમ. મોથલીયાએ આપેલી સુચનાને પગલે આર.આર. સેલના પી.આઈ. બી.એસ.સુથાર અને પી.એસ.આઈ. જે.એમ. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સામખીયાળી તરફ જી.જે. ૧૪ ડબલ્યું ૩૩૯૭ નંબરનાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફ જય દ્વારકાધીશ હોટલ નજીક વોંચ ગોઠવી હતી.
ત્યારે ઉપરોકત નંબરનો ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ કંપનીની રૂ. ૪૪.૩૫ લાખની કિમંતનો ૧૦૬૬૮ બોટલ દારૂ સાથે રાજસ્થાનના બાડમેરનાં જસરાજ ઉર્ફે જસુ ગુમનારામ પાળડાની ધરપકડ કરી શરાબ અને ટ્રક મળી રૂ. ૫૪.૪૦ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં રમેશકુમાર અને સુરેશ ચૌધરી નાશી છૂટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.