દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસનો દરોડો : 44.90 લાખનો મુદ્દામાલ કબ્જે
કચ્છના પંથક દારૂના ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે ત્યાં બુટલેગરો સામે પોલીસ તંત્ર પણ સંર્તક બની જઇ અછત પેટ્રોલીંગ શરૂ કરી અંજારના મેઘપર બોરીચી ગામ નજીક બાવળની ઝાડીમાં વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલા જ 7200 બોટલ રૂા.25.80 લાખનો દારૂ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અંજારના પી.આઇ. એમ.એન.રાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેઘપર બોરીચી ગામની સીમમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનું કટીંગ થવાનું હોય પોલીસે બાતમીના સ્થળે દરોડો પાડી દારૂનું કટીંગ થાય તે પહેલાં જ રૂા.25.80 લાખનો વિદેશી દારૂ 7200 બોટલ સાથે ગાંધીધામ ગળપાદર રહેતા શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની ધરપકડ કરી વિદેશીદારૂની સાથે 3600 બીયરના ટીન કિંમત 3.60 લાખ મળી કુલ 29.40 લાખનો દારૂ બીયર અને ટ્રક 15 લાખ અને અન્ય વાહન મળી કુલ 44.90 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ હાથધરી દારૂનો જથ્થો ક્યાંથી લઇ આવ્યો અને કોને મંગાવ્યો હતો તે સહિતના મુદ્દે સઘન તપાસ હાથધરી આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથધરી છે.