લીંબડીનો શખ્સ કરતો’ તો દારૂની હેરાફેરી
એલસીબીએ ૫.૬૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો
વડોદરા એલ.સી.બી.એ ડભોઇના ગોપાલપુરા બસ સ્ટેન્ડ નજીકથી ઘાસ નીચે છૂપાયેલી ૬૪૮ ઇગ્લીશ દારૂન બોટલો ટીન ભરેલી એક વાન પકડી પાડી લીંબડીના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે ૫.૬૨ લાખનો મુદામાલ પકડી પાડયો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા વડોદરા જીલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇએ દારૂની બદી અંકુશમાં લેવા આદેશ આપતા વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી.વાળા તથા પી.એસ.આઇ. એમ.એમ. રાઠોડે એલ.સી.બી. ટીમને કામે લગાવી હતી.
એલ.સી.બી.ની ટીમ ડભોઇ પોલીસ મથક વિસ્તારના ગોપાલકુમાર ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા રહી વાહનો ચેક કરતા હતા. આ દરમિયાન બાતમીવાળી એક પીકઅપ વાન નીકળ્યા તેને રોકાવી ચેક કરતા તેમાંથી ઇગ્લીશ દારૂની બોટલો, ટીનનો જથ્થો મળી આવ્યો હતો. વાહનના પાછળના ભાગે ઉપરના ભાગે ઘાસના પુળા નીચે આ જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો.
પોલીસે વાહનના ચાલકને નીચે પુછપરછ કરતા તે લીંબડીમાં ભરવાડવાસમાં રહેતા જગદીશ વાલાભાઇ ચોવટીયા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે અલગ અલગ બ્રાન્ડનો ૬૪૮ ઇગ્લીશ દારૂ બોટલો ટીન તથા બે મોબાઇલ, વાહન મળી રૂ. ૫.૬૨ લાખની કિંમતનો મુદામાલ કબજે લઇ ડભોઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી આગળની કાર્યવાહી માટે ડભોઇ પોલીસને સોંપી દીધો હતો.