ગઈ રાતે ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગ અમેરિકી કોંગ્રેસ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમણે ઘણા સવાલોના જવાબ પણ આપ્યા. અમેરિકી સંસદે જયારે માર્ક ઝુકરબર્ગને સોશિયલ નેટવર્કના ભવિષ્ય વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ફેસબુકનું એક ફ્રી વર્ઝન હંમેશા રહેશે. જયારે એક પેડ વર્ઝન વિશે જરૂરથી વિચાર કરવામાં આવશે.
ઓરીન હેચે ઝકરબર્ગને પૂછ્યું, ‘તમે કહ્યું ફેસબુક હમેશા માટે મફત રહેશે, શું આ જ તમારો ઈરાદો છે.’ જવાબમાં ઝકરબર્ગે કહ્યું કે, હા અમે હમેશા ફેસબુકને મફત રાખવા માંગીએ છીએ. આ અમારું મિશન છે કે અમે દુનિયાભરના લોકોને એક બીજા સાથે જોડી શકીએ, લોકોને એક બીજાને નજીક લાવી શકીએ. એવામાં અમે માનીએ છીએ કે અમને એક એવી સેવા પૂરી પાડવાની જરૂર છે જે તમામ લોકોને પહોંચાડી શકાય.
જયારે ઝુકરબર્ગને પૂછવામાં આવ્યું કે, શું તમે હેટ સ્પીચને ડિફાઇન કરી શકો છો? જવાબમાં ઝુકરબર્ગે કહ્યું, આ ખૂબ અઘરો પ્રશ્ન છે પરંતુ કોઈ પણ પ્રકારનું વાઇલેન્સ ફેસબુક પર ન થવું જોઈએ અને અમે તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોઈ પણ ટૂલનો સારો અને ખરાબ ઉપયોગ થઇ શકે છે તેમજ ફેસબુક પણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com