અમદાવાદ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં બાળકોથી માંડીને સિનિયર સિટીઝન અને હજારોથી લઇને લાખો સુધીની ટુર પેકેજ
અમદાવાદ ખાતે યોજાયેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન ખુબ જ મોટા પ્રમાણે કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દેશો જેવો કે શ્રીલંકા, નેપાળ, માલદીવ, ઉઝબેકિસ્તાન, થાઇલેન્ડ, સીંૅગાપોર સહીત અનેક દેશો તથા રાજયોએ ભાગ લીધો હતો. અને પોતાના વિસ્તારમાં ટુરિઝમ કઇ રીતે વધે તે લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ટુરિઝમ ફેરનું અબતક મીડિયા હાઉસ દ્વારા સંપૂર્ણ રિપોર્ટીંગ કરવામાં આવ્યું છે.
દરિયાથી નજીક ઘર જેવું વાતાવરણ
મેક પ્લાન્સ હોલિડે (માલદીવ)ના માલીક હેરીએ જણાવ્યું હતું કે વોટર વિલા ‚મ કેટેગરી કે જયાં પ્રાઇવેટ પુલ છે. જયાંથી દરિયાથી નજીક એક હોટેલ જેવું વાતાવરણ મળી રહે છે.જયારે કોઇપણ વ્યકિતને એક રાહતની લાગણી મળી રહે એવું ઇચ્છતા હોય છે કે જયાં વ્યકિત શાંતિથી બેસી શકે. આવું અલૌકિક વાતાવરણ માલદીવમાં જોવા મળશે.૧ લાખથી ૧.૫ લાખનું પેકેજમા આ ટુર કરવામાં આવે છે.સ્પેશ્યલ નવા યુગલના હનીમુન માટે આ બેસ્ટ જગ્યા છે. અને આ લકઝરીયસ પ્લેસ પણ છે.ફકત નવા કપલ માટે જ નહિ પરંતુ બાળકો માટે પણ ખુબ જ સારી પ્લેસ છે જેમ કે કિડસ કલબ, અને અલગ એરિયામાં કંઇક એન્ટરટેઇનમેન્ટ જેવું બાળકો માટે પણ રાખેલું છે.
ડેસ્ટિનેશનલ વેડિંગની બોલબાલા
વી.થાઇ હોલી ડેના માલીક અમિત જોષીએ કહ્યું હતું કે એફ.આઇ.ટી. બીઝનેશ ટી.આઇ.ટી. બીઝનેસ માઇસ ઇવેન્ટ અને ડેસ્ટિનેશન વેડિગ્સ બધુ જ વિથાઇ હોલિડે કંપની લિમીટેડ કરે છે.
૧,૨ નહીં ૯ દેશોના પેકેજ
સી.આઇ.એસ. ડેસ્ટીનેશનના પાર્ટનર પ્રમોદ દિવાકરે કહ્યું હતું કે રશિયા, જયોર્જિયા, અમોનિયા, આ બધા દેશોમાં નવુ ડેસ્ટિનેશન સાથે આવી રહી છે.૪ રાત્રીના પેકેજ અમારી ટુરમાં રહેલા છે જે ૪૫૦૦૦ થી લઇ ૬૫૦૦૦ સુધીના પેકેજ રહેલા છે. રશિયાના પેકેજ ૮૦ થી ૯૦ હજારના હોય છે.યુરોપ, સ્વીન્ઝરલેન્ડ ડેસ્ટિનેશન છે એ પ્રમાણે ટુરિઝમને વાતાવરણ મળી રહે છે.એડવેન્ચર અને એન્ટર ટેઇનમેન્ટ આ બધા દેશોમાં વધારે મળી રહેશે કારણ કે ત્યાં પર્વત વિસ્તાર આવે છે ત્યારે ટુરિઝમને ટ્રેકીગ વધુ ગમતું હોય છે. સાથે સાથે હેરિટેજ કલ્ચર છે અને બધુ પ્લેસ નિહાળી શકે.બાળકોમાં પ વર્ષથી લઇ ૧૭ વર્ષ સુધીના જે છે તેઓ માટે એકદમ સ્ટુટેબલ ડેસ્ટિનેશન છે.
આંદમાન નિકોબાર માટે
વેલ્કમ આંદમાન ટ્રાવેલ્સ પ્રા.લીમીટેડના ડાયરેકટર મોહમ્મદ શાહ નવાઝે કહ્યું હતું કે આંદમાન નિકોબારમાં ડબલ્યુઅ પી. લી. કંપની સારી સર્વીસ પ્રોવાઇડ કરે છે. બેરિયર ઓફ પ્રોડકટ પણ છે જેમાં પહેલેથી રુમનું બુકીંગ સ્પેશ્યલ રેટમાં આપે છે. અને એળે ટુરના પેકેજ સાથે જ એડ કરી દેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટનીટીમ ખુદ કંપનીની જ છે જેથી સર્વીસ એ-૧ હોય છે. ૪ રાત્રીથી ૭ રાત્રી સુધીની ટુર કરવામાં આવે છે. જે કસ્ટમરનું બજેટ છે એના પ્રમાણે ડબલ્યુએ કંપની. પાસે છે. એરપોર્ટથી શરુ કરી ટુર પુર્ણ ન થાય ત્યાં સુધી ફુલ સર્વીસ ડબલ્યએ કંપની આપે છે જેથી ટુરિઝયમને પુરેપુ‚ સેટીસફેકશન મળે રહે. અંદામાનમાં આવેલ ટુરિઝમને અમે પુરેપુરુ ઘ્યાન આપીએ છીએ અને ત્યાં પ્લેસ બતાવવામાં અને વ્યસ્ત રાખીએ છીએ. જેથી ટુરિઝમને અસંતોષ ન મળી રહે જોવા પ્રયાસો રહેલા હોય છે.
વર્ષના અંતમાં વધુ ટુર
ટ્રાવેલ ઝોન પ્રા.લી.ના જનરલ મેનેજર સોનું રાજ સિંઘે કહ્યું હતું કે, આગ્રાની આ ટ્રાવેલ ઝોન પ્રાઇવેટ લીમીટેડ કંપની છે.આગ્રામાં આ કંપનીની હોટલ છે જેવી કે હોટેલ ઝી, જેવી ૩ સ્ટાર, પ સ્ટાર જેવી હોટેલો પણ છે.યુ.જી. ટુર્સ, હિમાચલ ટુર્સ, ઉતરાખંડ ટુર્સ પણ આ કંપની દ્વારા કરવામાં આવે છે. ઓકટોબર, નવેમ્બર, ડિસેમ્બરના વધુ ટુર કરવામાં આવે છે. ટુરિઝમને સારુ એટમોસફિયર મળી રહે એવા અમારા પ્રયાસો હોય છે.૨૦૧૯માં અર્ધ કુંભ યોજનાનો છે જે ૧૫ જાન્યુઆરીથી લઇ ૪ માર્ચ સુધી આ અર્ધકુંભ શરુ રહેશે. અને અર્ધકુંભ મેળો જે ભારતની શાન ગણાય છે. જે ૬ વર્ષમાં એક વાર આવે છે. અનેઆ અર્ધ કુંભ મેળછો બનારસમાં યોજાય છે.
નેપાળની વાદીઓ
અમદાવાદ ખાતે યોજાયેલ ટીટીએફમાં નેપાળના અપૂર્વ ટુર્સ કારપોન્ડોના શર્મિલાબેને જણાવ્યું હતું કે અમે અહીં નેપાળને પ્રમોટ કરવા માટે આવ્યા છીએ. નેપાળમાં દર વર્ષે ઇન્ડિયન ટુરીસ્ટ આવે છે. અમારે ત્યાં બધા જ વર્ગના લોકો આવે છે. અહીં પશુપતિનાથ, મુકિતનાથ, પોખરા, કાટમુઁડુ વગેરે જગ્યા અમારા મેઇન ડેસ્ટીનેશન છે તેમજ લોકોને ખુબ જ પસંદ પડે છે. તેમજ લોકોને ખુબ જ પસંદ પડે છે. અમે અમારી રીતે લોકોને પૂરતી સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ. વધુમાં લોકોને નેચર, પહાડી વિસ્તાર તેમજ નાન સરોવર ખુબ જ પસંદ પડે છે.
જમ્મુ કાશ્મીર ટુર
ટીટીએફ માં જમ્મુ અને કાશ્મીર ટુરીઝમ ડિરેકટર સ્મિતા શેટ્ટીએ જણાવ્યું હતું કે અહીં ટીટીએફ માં અમે જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ ડેસ્ટિનેશન લઇને આવ્યા છીએ. જમ્મુ-કાશ્મીરમાં આવીને તમને ખુબ જ મજા પડશે. એવો હું પ્રોમીસ કરું છું જમ્મુમાં નીલું પાણીનું સરોવર, માતા વૈષ્ણવ દેવીનું મંદીર, કામેશ્ર્વર મંદીર, ગુયાપોથા ઘાટ, ૭ તળાવોનું પાણી જેને સાતસર કહે છે તે કાશ્મીર વિશે કહેવાની જરુર નથી આ બધા જ ડેસ્ટીનેશન પર લોકો આવવાનું પસંદ કરે છે. તો એકવાર અચુક મુલાકાત લો.
ઉત્તરાખંડમાં પ્લેટફોર્મ
આ તકે ઉત્તરાખંડના જોઇન્ટ ડીરેકટર પુનમ ચંદે જણાવ્યું હતું કે અમે અહીં ટીટીએફ ઉત્તરાખંડનો પ્રચાર પ્રસાર કરવા માટે આવીયા છીએ અને ટીટીએફ દ્વારા અમને એક પ્લેટ ફોર્મ મળ્યું છે.જેના માઘ્યમથી અહીં અમે ઘણાં એજન્ટને મળી રહ્યા છીએ. ગુજરાતના પર્યટક અમારા ઉત્તરાખંડ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે અમારે ત્યાં કોઇ ટ્રેડીંગ પ્રોગ્રામ હોય, કૈલાસ માનસરોવર યાત્રા હોય કે પછી ચારધામ યાત્રા હોય બધી જ જગ્યાએ ગુજરાતી ટુરીસ્ટો ખુબ જ મોટી સંખ્યામાં આવે છે તો ગુજરાતીઓનું અમે સ્વાગત કરીએ છીએ.
ગોવામાં એન્યોય
આ તકે ગોવાના ડેપ્યુટી ડિરેકટર રાજેશ કાલે એ જણાવ્યું હતું કે ૧ થી ૩ સપ્ટેમ્બર સુધી આયોજીત ટીટીએફ માં અમે ભાગ લીધો છે. તેમજ એજન્ટસનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગોવા ટુરીસ્ટોનું હંમેશાથી પસંદીત રહ્યું છે. અમે અહીં બધી જ પ્રકારની ફેસીલીટી પ્રોવાઇક કરીએ છીએ. અહી બીચ, મંદીર, ચર્ચ હોટલ બધી જ ઉત્તમ ગુણવત્તા સભર વસ્તુઓ આપીએ છીએ. ગુજરાતીઓનો વર્ગ પણ ગોવા આવે છે અને ટુરનો આનંદ લે છે.
આંદમાન કોફી ડે રિસોર્ટ
આ તકે અંદામાનના કોફી ડે રીસોર્ટમાં અંજમાબેને જણાવ્યું હતું કે અંદામાનમાં અમારું રીસોર્ટ આવેલું છે. અંદામાનમાં આવેલ બીચ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે જેને લઇને અમે અબોલ ધ લેન્ડ અને બીલો ધ લેન્ડ લે પાર્ટમાં અમે ટુરીસ્ટને સર્વિસ આપીએ છીએ. અબોવ ધ લેન્ડમાં અમે ટુરીસ્ટોને વાઇલ્ડ લાઇફ બતાવીએ છે જયારે બીલો ધ લેન્ડમાં અને સમુદ્રનં અંદરની દુનિયા બતાવીએ છીએ અમારી પ્રોપટી થીમેટીકલ છે. જેમાં તમે આરામથી રહી શકો છો. અમે લોકોને પીસફુલ લોકોશન આપીએ છીએ.
હિમાચલ પ્રદેશમાં શું ?
આ તકે હિમાલચ પ્રદેશના ટુરીસ્ટ ઇન્ફોર્મેશન ઓફીસર અંતરિય સોદરાએ જણાવ્યું હતું કે ટી.ટી.એફ.મા અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હિમાચલમાં ગુજરાતમાંથી ઘણી મુવમેન્ટ રહે છે. ઘણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ હિમાચલ ફરવા માટે આવે છે. હિમાચલના પહાડ, નેચર, વ્યુઝ લોકોને ખુબ જ પસંદ કરે છે. આ ઉ૫રાંત સિમલા, મનાલી વગેરે લોકો ખુબ જ પસંદ કરે છે. અહીં લોકોનો સારો પ્રતિસાદ મળે છે.