સૌરાષ્ટ્રમાં આજે ચોથા દિવસે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન બન્યા છે. ત્યારે આજે અમરેલીના ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.
રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘનઘોર વાદળો છવાયા હતા અને વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના જૂનાસાવર, શેઢાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદમાં આવી ગયા છે.