બેકરે 2017માં દોષી ઠર્યા બાદ બેંક ખાતામાં હજારો ડોલરોની હેરફેર કરી હતી
ટેનીસના પૂર્વ મહાન ખેલાડી બોરીસ બેકરને નાદારીના એક કેસમાં શુક્રવારે કોર્ટે અઢી વર્ષની જેલની સજા કરી હતી. નાદાર જાહેર થયા બાદ બેંક ખાતામાંથી ગેરકાયદે હજારો ડોલર ટ્રાન્ફસર કરવા બદલ અને અસ્કયામતો છૂપાવવા બદલ કોર્ટે તેને દોષિત ઠેરાવ્યા હતા અને હવે નાદારીના કેસમાં પણ તેને અઢી વર્ષની જેલની સજા થઇ છે. એક સમયનો દિગ્ગજ ટેનીસ ચેમ્પિયન બોરીસ ‘બેકાર’ બની ગયો છે.
અગાઉ આ મહિને ત્રણ વખતના વિમ્બ્લડન ચેમ્પિયન બોરિસ બેકરને કોર્ટે નાદારી કાયદા હેઠળ ચાર કેસમાં દોષિત ઠેરાવ્યા હતાં. આ કેસમાં મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે.
જર્મનીના લેન્જડરી ટેનીસ ખેલાડીએ 2017માં નાદાર જાહેર થયા બાદ પોતાના વ્યવાહાસિક ખાતામાંથી અન્ય ખાતામાં હજારો પાઉન્ડની હેરફેર કરી હતી. બેકરે નાણાની હેરફેર કરી હોવા ઉપરાંત જર્મનીમાં પોતાની પ્રોપર્ટી હોવાનું પણ છૂપાવ્યું હતું. આ બધી વસ્તુ ધ્યાને લેતાં પૂર્વ ટેનીસ સ્ટાર બોરીસ બેકરને નાદારીના કેસમાં અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.