કાબે અર્જુન લુંટીયા વહી ધનુષ વહી બાણ…
વિદ્યાર્થીઓને વ્યવસ્થા ઉદ્યોત્સાહકશિકતાના પાઠ શીખવવામાં આવશે
ચીનમાં એક સમયે જેક મા સફળતાના સમાનાર્થી બન્યા હતા. જેક મા હાલમાં ચીનના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેમણે અલીબાબાની સ્થાપના કરી હતી અને તે સમયે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનની સૌથી કટ્ટર હરીફ કંપની બની હતી.. 2016મા ડોનાલ્ડ ટ્ર્મ્પ અમેરિકાના પ્રમુખ બન્યા હતા ત્યારે જેક મા તેમને મળનારા પ્રથમ હાઈપ્રોફાઈલ ચાઈનિઝ વ્યક્તિ હતા. ચીનમાં ઘણા લોકો તેમને ડેડી મા કહીને પણ બોલાવે છે. ચીનના યુવાનો અને મહત્વાકાંક્ષી લોકો માટે જેક મા એક મોટો આદર્શ છે. જોકે, હાલમાં ચીનના લોકોની નજરમાં જેક મા એક વિલન બની ગયા છે. જાણવા જેવું એજ છે કે, શા માટે ચીનના સૌથી સફળ અને ધનાઢ્ય બિઝનેસમેન જેક મા લોકો માટે બની ગયા છે વિલન.
જેક માની છબિ ખરડવાની શરૂઆત ત્યારથી થઈ જ્યારે તેમણે ફાઈનાન્સિયલ રેગ્યુલેટર્સની તે વાતને ટીકા કરી તેઓ જોખમ લેવાનું પસંદ કરતા નથી. તેમણે ચીનની બેંકો પર વ્યાજખોર શેઠ જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ ફક્ત એ લોકોને જ લોન આપે છે જે બદલામાં કંઈ ગીરવે મૂકે છે. પરિણામે અલીબાબા વિરુદ્ધ એન્ટી ટ્ર્સ્ટ ઈન્વેસ્ટિગેશનની જાહેરાત થતા જ રેગ્યુલેટરી એજન્સીઓએ આકરા પગલા લીધા હતા. પરંતુ હવે એ જ ટેક જાયન્ટ અને ટેક શહેનશાહ જેકમાં જાપાનમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી છે. ટોક્યો કોલેજમાં જેકમાં માનદ સેવા આપવાનું નિર્ણય કર્યો છે અને વિદ્યાર્થીઓને વ્યવસ્થા ઉદ્યોગ સાહસિકતા ના પાઠ શીખવવામાં આવશે.
58 વર્ષીય ધનાઢ્ય જેકમાં હર હંમેશ લો પ્રોફાઈલ રહ્યા છે અને તેઓએ હાલ હોંગકોંગની બિઝનેસ સ્કુલ અને ટોક્યો કોલેજમાં ત્રણ વર્ષ માટે રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરશે જેનાથી વિદ્યાર્થીઓને ખેતી અને ખાદ્ય ઉત્પાદનમાં થતા બદલાવો અંગે શિક્ષા મેળવશે. ચાઇના ગવર્મેન્ટ સામે બાદ ભીડના જેકમાં ફરી લાઈન લાઈટમાં આવ્યા છે એટલે જ કહેવાય કે કાબે અર્જુન લુટીયો વહી ધનુષ વહી બાણ.