ટેકસી બસ અને માલ પરિવહન કરતા ટ્રક માટેની નેશનલ પરમીટ સીસ્ટમને
હળવી કરવા ગ્રુપ ઓફ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર્સને રાજયોની ભલામણો
ગુ્રપ ઓફ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર્સ (જીઓએમ) ની ગુવાહાટી ખાતે તાજેતરમાં એક મીટીંગ મળી હતી જેમાં ભલામણો કરાઇ હતી કે દેશભરમાં વાહનો માટે ‘વન ટાઇમ રોડ ટેકસ’વસુલવામાં આવે. આ સાથે નેશનલ બસ અને ટેકસી તેમજ માલ-સામાન પરિવહન માટે વાર્ષિક ટેકસ વસુલાય તેમ મીટીંગમાં રજુઆત કરાઇ હતી આ મુદ્દે જીઓએસ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
વન ટાઇમ રોડ ટેકસથી પાડોશી રાજયોમાં વાહન ખરીદવા અને રજીસ્ટ્રેશન માટેનો જુદા જુદા ચાજ વસુલવાની જે જુની પઘ્ધતિ છે તેનો અંત આવશે. હાલ વાહનો માટે રાજયોમાં ટેકસ રેટ જુદા જુદા છે કયાંક ઓછા તે કયાં ક વધુ છે જેની સામે રાજયોએ માંગ કરી છે કે એક સમાન કર પ્રણાલી લાગુ થાય. બસ, ટેકસી અને ટ્રક માટેની નેશનલ પરમીટ સીસ્ટમથી ઓપરેટરોએ જુદા જુદા રાજયોમાં જુદા જુદા કર ભરપાઇ કરવાના રહેશે નહી. આખા વર્ષના માત્ર એક જ વાર ટેકસ ભરવાનો રહેશે.
આ પ્રણાલીથી કાર્યો સરળ બની જશે. નવા ખાનગી વાહન લેનાર તમામ ખરીદનારે ૧૦ વર્ષનો રોડ ટેકસ ચુકવવાનો રહેશે અને આ રોડ ટેકસ વાહનોની કિંમત મુજબ વસુલાશે.જયારે ટ્રક, બસ, ટેકસી જેવા વાહનો માટે એક વર્ષનો ટેકસ એક સાથે ચુકવી દેવાનો રહેશે. દિલ્હીમાં ૪ લાખ ‚પિયાની કિંમત સુધીના વાહન માટે ૬ ટકા, ૧૦ લાખ રૂપિયા સુધીની કિંમતના વાહન માટે ૮ ટકા, ૧૦ લાખથી વધુની કિંમતના વાહન માટે ૧૦ ટકા અને ડીઝલ વાહનો માટે એકસ્ટ્રા રપ ટકા ટેકસ વસુલાય છે.
વાહનો માટેની પરમીટ પઘ્ધતિમાં સુધારાઓ કરી તેને સરળ બનાવવા માટે ટ્રાન્સપોર્ટ મંત્રાલયે પહેલ કરી છે અને ગ્રુપ ઓફ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર્સને આ માટે કહેવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com