ત્રણ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બોરીસ બેકર વર્ષ ૨૦૧૫ થી દેવું ચૂકવવામાં નિષ્ફળ: લંડનની કોર્ટમાં કેસ
એક સમયનો ખ્યાતનામ ટેનીસ સ્ટાર બોરીસ બેકર દેવાળીયો જાહેર થયો છે. જી હા, માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ આ જ હકીકત છે. પૂર્વ જર્મન ટેનીસ સ્ટાર બોરીસ બેકરને લંડનની એક અદાલતે દેવાળીયો જાહેર કર્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫ થી બોરીસ બેકરની આર્થિક સ્થિતિ સતત કંગાળ થતી જતી હતી આથી તે દેણાં ચૂકવવામાં સતત નિષ્ફળ જતો હતો.
બોરીસ બેકર ત્રણ-ત્રણ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચૂકયો છે. સ્વાભાવિક રીતે જ તેણે સારી એવી ધન રાશી ઇનામ ‚પે મેળવી હતી. પરંતુ અત્યારે બોરીસના ખિસ્સાં ખાલી છે.
તે હકીકત છે બોરીસ બેકર સામે પ્રાઇવેટ બેન્કર આર્બુથનોટ લેથમેન એન્ડ કંપનીએ પોતાનું લેણું વસુલવા માટે લંડનની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.
બેંકમાં કરાવેલી અરજીમાં લખ્યું હતું કે પૂર્વ ટેનીસ- ખેલાડી બોરીસ બેકર ૨૦૧૫ થી સતત દેવું ચુકવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. જો કે, બોરીસ બેકરના પક્ષકાર એવા જર્મન વકીલે કોર્ટમાં ત્રણ એવા પુરાવા રજુ કરીને ખાતરી આપી છે કે તેનો અસીલ ખુબ જલદી દેવું ભરપાઇ કરી દેશે. બોરીસ પાસે જર્મનીના માર્લોકામાં એક પ્રોપર્ટી છે જેની કિંમત ૬ મીલીયન પુરો અર્થાત ૬.૭ મિલિયન અમેરીકી ડોલર આંકવામાં આવે છે. વકીલે કહ્યુ: કે તેનો અસીલ નાદાર જાહેર થવા નથી માગતો કેમ કે તેનાથી તેની ઇમેજને ધકકો લાગશે. તેના બદલે તે દેવું ભરપાઇ કરી દેવા માગે છે જો કે, જજે કહ્યું કે, આ કામ તેણે સમય વીત્યા પહેલા કરી દેવું જોઇતું હતું. કેમ કે ઓકટોબર ૨૦૧૫ થી બેંક તેની પાસે ઉઘરાણી કરે છે આમ છતાં તે દેવું ચુકવી શકયો નથી