રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન“ અન્વયે વન-ડે-થ્રી વોર્ડની સફાઈ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જે અંતર્ગત સધન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત અન્ય શાખાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી.
વોર્ડ નં.-૪ માં રાજકોટ મહાનગરપાલિકાના ડે.-મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, માર્કેટ સમિતિ ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, ના. કમિશ્નરશ્રી ચેતન ગણાત્રા, વોર્ડ એન્જીનીયરશ્રી, ના. પર્યાવરણ ઈજનેરશ્રી, ના. આરોગ્ય અધિકારીશ્રી, વોર્ડ ઓફીસરશ્રી, વોકળા ગેંગ સ્ટાફ, વોર્ડ સ્ટાફ તથા મેલેરીયા વિભાગનો સ્ટાફ દ્વારા આ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આ સઘન સફાઈ ઝુંબેશમાં સોલ્રીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નિચે મુજબની કામગીરી કરવામાં આવેલ હતી.
૧. | મુખ્ય માર્ગોની સફાઈ | ૦૬ |
૨. | સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા | ૧૬ |
૩. | કુલ એક્ત્રીત કચરો તથા ભરતી | ૬૩ ટન |
૪. | વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા | ૪૩ થેલી |
૫. | જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર,કોમ્પેક્ટર દ્વારા કરાવેલ ફેરા | ૧૨ |
૬. | ખુલ્લા પ્લોટની સફાઈ | ૩ |
ઉપરોકત કામગીરી દરમ્યાન મોરબી રોડ, ૮૦ ફુટ રોડ, ૫૦ ફુટ રોડ, વગેરે વિસ્તારની પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રી દ્વારા ઝુંબેશની ચકાસણી કરવામાં આવેલ હતી.
ઉકત ઝુંબેશ દરમ્યાન ભગવતીપરા વિસ્તારમાં ટીનાભાઇનો પ્લોટ, ૮૦ ફુટ રોડ પર નાગબાઈ પાન તથા સોમનાથ સોસા. સામે તથા રાજનગરમાં આવેલ ખુલ્લા પ્લોટોની સફાઈ કરવામાં આવેલ છે.
તદ્ઉપરાંત કુવાડવા રોડ, મોરબી રોડ, જુનો મોરબી રોડ, ભગવતીપરા મે. રોડ, ૮૦ ફૂટ રોડ, ૫૦ ફૂટ રોડ વગેરે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવેલ છે. તથા જુના મોરબી રોડ પર આવેલ વોક્ળાની સફાઈ કરવામાં આવેલ છે. જેમા ૧૦ માણસો તથા ૧ જે.સી.બી. તથા ૧ ડમ્પર કામે લગાડવામાં આવેલ છે.