આ દરમિયાન કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યારે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે.
જ્યાં સુધી તમામ પોલિટિકલ પાર્ટીઓ સાથ નથી આપતી, ત્યાં સુધી આ જંગ નહીં જીતી શકાય
– 15 જૂલાઇએ રાજનાથ સિંહ અને મહેબૂબા મુફ્તીની વચ્ચે લગભગ અડધા કલાક સુધી વાતચીત થઇ. તે પછી મહેબૂબાએ કહ્યું, “મને ખુશી છે કે પોલિટિકલ પાર્ટીઓ એકસાથે થઇ ગઇ છે. કાશ્મીરની સમસ્યાનો સાથે મળીને મુકાબલો કરી રહ્યા છીએ.”
– સીએમએ કહ્યું, “આ જે લડાઇ થઇ રહી છે, જેમાં બહારની તાકાત સામેલ છે. હવે તો વચ્ચે ચીને પણ તેમાં હાથ નાખવાનો શરૂ કરી દીધું છે. કાશ્મીરમાં અમે કાયદા વ્યવસ્થાની લડાઇ નથી લડી રહ્યા. જ્યાં સુધી આખો દેશ, પોલિટિકલ પાર્ટીઓ સાથ નહીં આપે, ત્યાં સુધી આ જંગ નહીં જીતી શકાય.”