ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે. જૂલાઇ માસ દરમ્યાન ખેડનારા પ્રવાસ માટે બીસીસીઆઈએ ટીમનુ એલાન કર્યુ હતુ. હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ભાગ લેવા માટે મુખ્ય ટીમ ઇંગલેંડ પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે. જૂલાઇ માસ દરમ્યાન ખેડનારા પ્રવાસ માટે બીસીસીઆઈએ ટીમનુ એલાન કર્યુ હતુ. હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ભાગ લેવા માટે મુખ્ય ટીમ ઇંગલેંડ પ્રવાસે છે. જ્યાં ફાઇનલ મેચ બાદ ઇંગ્લેંડ સામે ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમનાર છે. આ દરમ્યાન બીજી ટીમ વન ડે અને ટી-૨૦ મેચોની શ્રેણી રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. આમ એક જ સાથે ભારતની બે ટીમો બે દેશનો પ્રવાસ કરી રહી હશે.
ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવનને સોંપવામાં આવી છે. જ્યારે ભૂવનેશ્વર કુમારને ટીમનો વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આઇપીએલ માં કેટલીક સિઝનથી દમદાર પ્રદર્શન કરી રહેલા ડાબોડી બેટ્સમેન નિતીશ રાણાનો પણ પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેવદત્ત પડીક્કલ અને ઋતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાવનગરના ચેતન સાકરીયાની પસંદગી પણ શ્રીલંકા પ્રવાસ માટે કરવામાં આવી છે. સાકરીયાએ આઇપીએલ રાજસ્થાન રોયલ્સ વતીથી ડેબ્યૂ કર્યુ હતુ. તે આઇપીએલમાં માત્ર ૭ જ મેચ રમ્યો છે. જ્યાં તેની પસંદગી થઇ ચુકી છે. કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને નવદીપ સૈનીને પણ ફરી થી ટીમમાં સ્થાન મળ્યુ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જસપ્રિત બુમરાહ જેવા નિયમીત ખેલાડીઓ વિના જ ભારતીય ટીમ વિદેશ પ્રવાસ ખેડી રહી છે. શિખર ધવન કરિયરમાં પ્રથમ વાર કેપ્ટન તરીકેની ભૂમિકા નિભાવશે. તેણે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફીમાં દિલ્હીની ટીમ માટે કેપ્ટનશીપ નિભાવી હતી. ધવન ટીમમાં સિનીયર ખેલાડી છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે ૩ વન ડે અને ૩ ટી-૨૦ મેચોની શ્રેણી રમનાર છે. આગામી ૧૩ જૂલાઇ થી શ્રીલંકા અને ભારત વચ્ચે વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. આણ ૧૩, ૧૬ અને ૧૮ જૂલાઇએ વન ડે મેચ રમાશે. જ્યારે ૨૧, ૨૩ અને ૨૫ જૂલાઇએ ટી-૨૦ શ્રેણી રમાશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બંને શ્રેણીની તમામ મેચો કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનારી છે.
ભારતીય ટીમ
કેપ્ટન શિખર ધવન, વાઇસ કેપ્ટન ભૂવનેશ્વર કુમાર, પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નિતીશ રાણા, ઇશાન કિશન (વિકેટ કીપર) સંજૂ સેમસન (વિકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રાહુલ ચાહર, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, વરુણ ચક્રવર્તી, દિપક ચાહર, નવદિપ સૈની અને ચેતન સાકરિયા.
સૌરાષ્ટ્રના ખેલાડી ચેતન સાકરીયાને ઇન્ટરનેશનલ ફોર્મેટમાં એન્ટ્રી
ચેતન સાકરિયા સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર છે.વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રાખી. ત્યારબાદ ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે આઈપીએલ ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. ૨૨ વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ૪.૯૦ ના ઈકોનોમી રેટથી રન આપતાં ૧૨ વિકેટ લીધી હતી. પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતને ૧૩-૧૪ વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. તેના પપ્પા કાનજીભાઈ ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી વર્ષાબેન હાઉસ વાઈફ છે.