એમાં કોઇ શંકા નથી કે લીન્ઝિંગ, ટોનિંગ અને મોઇશ્ર્રાઇઝિંગ બેસિક કેર રેગ્યુલર જરુરી છે. પરંતુ જો માત્ર આટલું જ કરવાથી સ્કિનની સમસ્યાઓનુ સમાધાન થાય છે તો તે તમારો વહેમ છે. મહિનામાં ૧ થી ૨ વાર તમારે ફેશિયબની જરુર હોય છે. પરંતુ જરુરી નથી કે તમે તેના માટે પાર્લર જાઓ ચહેરાની સુંદરતા વધારવા માટે તમે રેગ્યુલર ફેશિયલથી કંઇક અલગ ટ્રાય કરી શકો છો. તેના માટે તમે વેજીટેબલ પીલ માસ્કની મદદ લઇ શકો છો.
તેમાં અનેક ફાયદાઓ તો છે જ સાથે તેને લગાવતા પહેલા પેચ ટેસ્ટ લો. જો તમને રેશિઝ કે ઇરિટેશન ન થાય તેમજ તેનો ઉપયોગ કરવુ આ પેસ્ટ તમે તમારી જાતે પણ બનાવી શકો છો. ચણાનો લોટ, ગુલાબજળ, તેમજ મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો આ પેસ્ટનો ઉપયોગ નુકશાન કરતો નથી હવે પાર્લર જવાની જરુર નથી. અને મોઘીદાટ બ્યુટી પ્રોડક્સની પાછળ ખર્ચો કરવાની જરુર નથી. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓ પણ બ્યુટી ટિપ્સ છે.