‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમમાં ચાય પે ચર્ચામાં વિવર્તન ગ્રામીણ સુવિધા કેન્દ્રના મુખ્ય સંચાલકો દર્શિતભાઈ આહ્વા અને જલ્પાબેન આહ્વા ગામડામાં એક જ જગ્યા પર તમામ સેવાઓ મળી રહેશે
ડીજીટલ ઈન્ડીયા બનાવવા માટે ગ્રામીણ વિસ્તારને વિકસાવવાઅને દેશની પ્રગતિ માટે એક જ સ્થાન પર તમામ પ્રકારની સેવાઓ પુરી પાડી શકાય અને જન જનને લાભ મળે તે સેન્ટરનો મુખ્ય હેતુ છે.
પ્રશ્ન: ગ્રામીણ સુવિધા કેન્દ્ર શું છે?
જવાબ: દર્શિત ભાઈ આહિયા- આ ગ્રામીણ કેન્દ્રો ની સ્થાપના વર્ષ 2021માં ગ્રામીણ યોજના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા નો રજીસ્ટર કોન્સેપટ છે. કેન્દ્રમાં લોકોને પ્રોબ્લેમ પડતા હોય એ પ્રોબ્લેમ સોલ કરવા માટેની દરેક સર્વિસ પ્રોગ્રામ છે. ફાઇનાન્સિયલ ઇનક્રિમિડિસન પ્રોગ્રામ બનાવ્યો છે જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ માં સુધારા-વધારા ઇન્કમટેક્સ રિટર્ન ભરવું,જીએસટી રિટર્ન ભરવું લ,રિફંડ માટે બેંકનો અકાઉન્ટ ખોલાવી શકાય છે ત્યાં આ બેંકમાં ટ્રાન્સફર કરી શકાય છે માઇક્રો સુવિધા આપવામાં આવેલી છે જેમાં લોકો પૈસા ઉપાડી શકે છે જમા કરાવી શકે છે તો આ બધા લોકોને એક જ જગ્યાએ મળી રહે તેવા લોકોને લાભ મળી રહે એના માટે ગ્રામીણ બેંકની શરૂઆત કરવામાં આવી છે.
પ્રશ્ન: સુવિધા કેન્દ્ર કઈ જગ્યાએ ચાલુ છે અને ભવિષ્યમાં ક્યાં કરવાનું પ્લાનિંગ છે??
જવાબ: જલ્પા આહ્વા – હાલમાં ગ્રામીણ સુવિધા કેન્દ્ર ધ્રોલ,બરવાળા,બોટાદ, ગઢડા, વિછીયા, સિહોર, રાણપુર કાર્યરત છે અને ભવિષ્યમાં અત્યારે અને નજીકના ભવિષ્યમાં જ જુનાગઢ પોરબંદર વેરાવળ પ્લાનિંગ છે અને આ વર્ષ સુધીના અંતમાં 100 જેટલા સેન્ટર કરવાની વિચારણા છે.
પ્રશ્ન: મોટી રેન્જના સેવા કરો છો તો આપના કેન્દ્ર દ્વારા કઈ કઈ સેવાઓ મળી શકે છે?
જવાબ: દર્શીતભાઈ આલિયા- ગ્રામીણ અલગથી આપવામાં આવે છે અને ભવિષ્યમાં તેઓ નો વ્યાપ વધારવામાં આવશે અત્યારે પાનકાર્ડ આપવામાં આવેલ છે અને કોઈ વ્યક્તિને નવું પાનકાર્ડ કઢાવવું હોય તો અલગ એજન્ટ પાસે જવાની જરૂર હોય છે તમારા ઉપર આવીને ત્યાં સુધી તેઓ લાભ લઇ શકે છે એ સિવાય ઇન્કમટેક્સ રિટર્ન ભરવા, જીએસટીના રજીસ્ટ્રેશન કરાવવા અને બેંકના ખાતા ખોલવા મની ટ્રાન્સફર કરવું,મોબાઈલ રિચાર્જ કરવા વગેરે સેવાઓ આપવામાં આવે છે.ખેડૂતોને સબસીડી સબસીડી ના ફોર્મ ભરવા, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા વગેરે જેવી તમામ સેવાઓ સેન્ટરથી ઉપલબ્ધ થશે.
પ્રશ્ન: રાજકોટ જિલ્લાના કોઈ એક નાનકડા ગામમાં સુવિધા કેન્દ્ર શરૂ કરો તો ત્યાંના લોકો કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય છે?
જવાબ: જલ્પાબેન આહ્વા- કેન્દ્ર ખોલવા માટે એની પાસે પોતાની જગ્યા અથવા ભાડાની જગ્યા હોય તો ત્યાં તેને કેન્દ્ર પ્રદાન કરવામાં આવે છે અને તે મુખ્ય સંચાલક તરીકે રાજકોટ દ્વારા થાય છે તેને ત્યાં સુધી તમામ સેવાઓ અને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. રાજકોટમાંથી ટીમ દ્વારા સંચાલન કરવામાં આવે છે.
પ્રશ્ન: નાનામાં નાના ગામમાં સેન્ટ્રલ ચાલુ કરવા કયા પ્રકારની જરૂરિયાત કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પડે છે?
જવાબ: દર્શિતભાઈ આહિયા – ગ્રામીણ સુવિધા કેન્દ્રમાં એ પ્રમાણે નક્કી કરેલ હોય છે કે ગામમાં તેમની સ્વયં જગ્યા અથવા ભાડે થી જગ્યા હોવી જરૂરી છે તથા તેમને કોમ્પ્યુટર અથવા લેપટોપમાં હોવું જરૂરી છે અને ઇન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે તેમ જ પ્રિન્ટર હોવું જરૂરી છે જે જે સેન્ટર ખોલવા માટે મૂળભૂત કે પ્રાથમિક જરૂરિયાત છે.
પ્રશ્ન: સેન્ટ્રલ ચાલુ કરવામાં કોઇ પણ નાનો વ્યક્તિ જોડાય તો તેનું પેમેન્ટ કે કમિશન કઇ રીતનું હોય છે?
જવાબ: દર્શિતભાઈ આહ્વા- સેન્ટર ચાલુ કર્યા બાદ તમામ સેવાઓ માટેનો એક ચાર્ટ હોય છે જે સર્વિસ પૂરી પાડવા માટે અલગ-અલગ સંસ્થાઓ કે ખાનગીકરણ ની સંસ્થાઓ સાથે નું સંકલન રહેલું હોય છે જેમાં કમિશન લોકલ વ્યક્તિઓને શેર કરવામાં આવે છે, જેમાં સેવાઓ મુજબનું અલગ-અલગ કમિશન રહેલું હોય છે.
પ્રશ્ન: સેન્ટરમાં કે જિલ્લા કક્ષાએ આપવામાં આવતી સર્વિસના ચાર્જ કયા પ્રકારના હોય છે?
જવાબ: જલ્પાબેન આહ્વા- આપણા સેન્ટરમાં તમામ સેવાઓ નો ચાર્જ ટોકન દરે લેવામાં આવે છે અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કામકાજ કરીને તેની સેવાઓ નો ચાર્જ લેવામાં આવે છે.
પ્રશ્ન: પાનકાર્ડ રેલવે ટીકીટ વગેરે જેવા કામો માટે રાજકોટ સેન્ટરમાં આવવાથી સસ્તુ પડે ? કે આપણા સેન્ટરમાં વધુ અથવા પોતાને સેવાઓ પૂરી પડાઇ છે તે ની જાણકારી શું છે??
જવાબ: મારા કેન્દ્રમાં જે કંઈ સર્વિસ છે,બબુકિંગ છે, તો એ જે પણ કોઈ સર્વિસ છે તેમાં સરકાર દ્વારા જે નક્કી કરેલી ફી હશે એના સિવાય એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં. રાજકોટ કઈ જગ્યાએ પાન કાર્ડ કઢાવવા માટે તો તો કેન્દ્ર સરકાર નિયમ મુજબ નક્કી કર્યા થી વધારે ચાર્જ લેવામાં આવતા હોય છે પરંતુ સરકાર દ્વારા નિયુક્ત કરેલા ધારાધોરણ મુજબ જ ચાર્જ લેવામાં આવશે.રેલવેના ટિકિટ બુકિંગ માટે પણ જે કંઇ સેવા આપવામાં આવશે તેમાં ટિકિટ બુકિંગ ની સેવાઓ એ સરકારની ગાઇડલાઇન મુજબ જ ચાર્જ વસૂલવામાં આવશે.
પ્રશ્ન: કેન્દ્ર શરૂ કરવું હોય તો એને કઈ રીતે શરૂ કરી શકાય તેમજ તેમની ટ્રેનિંગ કે તાલીમ વગેરે કઈ રીતે હોય છે?
જવાબ: જલ્પાબેન આહ્વા- જે પણ વ્યક્તિ ઇચ્છુક હોય એ અમારા સેન્ટરમાં કોલ કરી શકે છે અને એને તાલીમ અને જાણકારી આપી શકીએ છીએ અને બધી બાબતો અમારે ત્યાં તેમના સેન્ટર સુધી મોકલી આપવામાં આવે છે, જ્યાં સુધી એ વ્યક્તિને પૂરેપૂરું વસ્તુનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અમે તેમને 24 કલાક બધા દિવસો દરમ્યાન તાલીમ પૂરી પાડીએ છીએ. રાજકોટના મુખ્ય કેન્દ્ર થી પણ તે તાલીમ લઇ શકે છે.
પ્રશ્ન: આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને દેશના વિકાસને કેટલું આગળ વધારી શકશુ??
જવાબ: દર્શીતભાઈ આહ્વા- ગ્રામીણ સુવિધા કેન્દ્ર એક માધ્યમ છે જેમાં સરકારની ઘણી બધી સ્કીમ ઉપલબ્ધ છે, આત્મનિર્ભર ભારત માટે દેશમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે જેવા કામો માટે સરકાર સબસીડી આપે છે. તો આ ગ્રામ્ય વિસ્તારોમાં તેમને જાણકારી હોતી નથી અથવા તો જાણકારી હોય તો ટેકનિકલ જ્ઞાનનો અભાવ હોય છે. ગ્રામ્ય વિસ્તાર સુધી લાભ મળી રહે તે માટે અમારા દ્વારા સરકારની તમામ યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચી રહે અને પુરતો લાભ મળે તે માટે સેન્ટર દ્વારા સુવિધા આપવામાં આવશે.
પ્રશ્ન: આપણા કેન્દ્રો દ્વારા ’વન સ્ટોપ સોલુશન’ બનશે?
જવાબ: જલ્પાબેન આહ્વા- સેન્ટરમાં બધી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે જાણે કે આઇટી રીટન ભરવું, જીએસટી રિટર્ન ભરવા વગેરે ને લગતી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે,ઇલેક્ટ્રિસિટી બિલ, ગેસ બિલ, બેન્કમાં મની ટ્રાન્સફર કરવું વગેરે જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે.આમ તમામ પ્રકારની ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે જે જોતા કહી શકીએ કે વન સ્ટોપ સોલુશન બની શકે છે.
સરકારી યોજનાઓમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત વગેરે યોજનાઓમાં સહભાગી બનીને લોકોને લાભ આપીએ છીએ.ખેડૂતો માટે તેમની સહાય યોજનાઓ હોય છે તેમના ફોર્મ ઓનલાઈન ભરવા ના હોય છે તે તમામ ઓનલાઈન ફોર્મ ભરવાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.ખેડૂતોને સબસિડીનો સીધો લાભ મળે તે માટે બેન્ક ખાતા હોવું ફરજીયાત છે અને તેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતા હોવાથી તે ડિજિટલ તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
સંદેશો
જલ્પાબેન આહ્વા
હાલમાં સમય ટ્રાન્સફોર્મેશન નો છે તો અમારી કંપનીનું નામ જ છે ગ્રામીણ વિવર્તના પ્રાઇવેટ લિમિટેડ તો એ જ અમારો મુખ્ય સંદેશ છે એ બધા ટ્રાન્સફોર્મ થઈએ.
દર્શીતભાઈ આહ્વા
અમારા સેન્ટરથઈ રોજગારી ની સમસ્યા હોય દૂર થશે, લોકો સરકારી ઑફિસમાં જવાનું હોય છે કે તેમને કઈ રીતે કામ કરવું તેની જાણકારી નથી હોતો નથી,એટલે મળશે રોજગારી સર્જન થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક જ જગ્યા પર તમામ પ્રકારની સેવા મળી રહેશે.