• વર્લ્ડ’સ ગિફ્ટ મોલ પર  “ફ્રેન્ચાઇઝી આઉટલેટ’નું ઓપનિંગ
  • આઉટલેટ પરથી કંપનીની તમામ 150 થી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યાએથી મળી જશે: ફરાળી આઇટમ પણ ઉપલબ્ધ
  • હવે શહેરના દરેક એરિયામાં કંપનીના સ્ટોર: દિપકભાઈ ગરચર

rajkot : ફ્રેંચાઇજી હેડ દિપકભાઈ ગરચરના જણાવીયા મુજબ હવે રાજકોટનાં દરેક એરિયા માં હવે અમારા સ્ટોરની ઉપસ્થિતિ છે. જેમાં કોઠારીયા રોડ, સાધુ વાસવાણી રોડ, પરા બજાર, નાણાવટી ચૌક, રૈયા રોડ, પેડક રોડ, ગોંડલ રોડ, સ્વામિનારાયણ ચૌક, ચંદ્રેશનગર મેઈન રોડ, અને હવે અમીન માર્ગ પર પણ ઉપસ્થિત થયા છીયે.

વડાલિયા ફૂડ્સ સાથે જોડાય રહ્યા હોવાની વિશેષ ખુશી: ભાવેશ પારેખ

અમીન માર્ગ સ્થિત વર્લ્ડસ ગિફ્ટ મોલ ખાતે ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરુ કરનાર ભાવેશભાઈ પારેખે જણાવ્યું હતું કે મને અને મારા પરિવારને ખુશી થઇ રહી છે અમો માતબર વડાલિયા ફૂડસ સાથે જોડાઈ રહ્યા છીએ. અમીન માર્ગ જેવા પોશ વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરુ કર્યો છે. અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોને ફરસાણ,નમકીન,વેફર્સ,ફ્રાઇમ્સ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહિ પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા પર ઉપલબ્ધ બની  રહેશે.

ભારતભરમાં આઉટલેટ શરૂ કરવાનું આયોજન: મીત વડોલિયા-કેતન તન્ના

ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિતભાઈ વડાલીયા અને કેતનભાઈ તન્નાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર,ગોંડલ રોડ,બોમ્બે હોટેલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને  વડાલીયા ફુડ્સની વિવિધ આઈટેમોના સ્વાદનું ઘેલું લગાડ્યું છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે. કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પણ ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે.

તેઓએ ઉમેર્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સનું વિશાળ માર્કેટ છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા આ બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફુલ્લી ઓટોમેટીક પ્લાન સાથે પ્રવેશ કર્યો હતો. સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ તેમજ નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે. જેથી કરીને પ્રોડક્ટ  ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. આ તમામ પ્રોડક્ટને ઝીરો પરસેન્ટ કોલેસ્ટ્રોલ પણ બનાવવામાં આવી છે, સામાન્ય રીતે આ પ્રકારની પ્રોડક્ટ સ્કૂલના બાળકો તેમજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે ત્યારે તેમની હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે.

છેલ્લા એક દાયકાથી નમકીન,ફ્રાઇમ્સ,વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીથી લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફુડ્સ દ્વારા રાજકોટમાં  આજથી એક વધુ ફ્રેન્ચાઇઝી ઓઉટલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શહેરના પોશ વિસ્તાર એવા અમીન માર્ગ પર આવેલા વર્લ્ડ ગિફ્ટ મોલ સંલગ્ન સ્થળ પર વડાલીયા ફુડ્સ દ્વારા એક  વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટ નું ઉદ્ઘાટન  કરાયું હતું.

વડાલીયા ફુડ્સ દ્વારા અમદાવાદ,વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, વેરાવળ સોમનાથ, જૂનાગઢ, ધોરાજી,જેતપુર, ગોંડલ, હળવદમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારે  રાજકોટમાં 12મો આઉટલેટ શરુ કરવામાં આવ્યો  છે. હાલ શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે  વડાલીયા ફુડ્સની 150 થી પણ વધાર  પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે. ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે.

વડાલીયા ફુડઝના ડાયરેક્ટર મીત વડાલીયા અને સીઈઓ  કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે,વડાલીયા ફુડ્સ દ્વારા હાલ 150 જેટલી નમકીન,વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે.  વડાલીયા ફુડ્સની તમામ આઈટેમો લોકોને પસંદ પડી રહી છે. કંપની ક્વોલિટીમાં માને છે. એક જ આઉટલેટ પરથી વડાલીયા ફુડ્સ તમામની 150 જેટલી અલગ અલગ આઇટમો અહીં અમીન માર્ગ સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.