નિતિન પરમાર, માંગરોળ
75-આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માંગરોળ બંદર ખાતે ” એક કદમ સ્વચ્છતા કી ઔર ” લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે પાખવાડિક કાર્યક્રમનાં અંતિમ દિવસે બંદર વિસ્તારમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતુ . NETFISH- MPEDAનાં ગુજરાત સ્ટેટ કોડીનેટર જીગ્નેશભાઈનાં માર્ગદર્શનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમાં ઉપસ્થિત સફાઈ અભિયાન કાર્યક્રમનાં મુખ્ય માર્ગદર્શક , રાષ્ટ્રીય ઓબીસી મોરચા,ભાજપાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોળ ખારવા સમાજ, મહાવીર મચ્છીમાર સહકારી મંડળી , દરિયાલાલ હોડી એશોસીએસન તેમજ માછીમારોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
મહાવીર મચ્છીમાર મંડળી દ્વારા દરિયાને સ્વચ્છ બનાવવા અને દરિયાઇ જીવસૃષ્ટિને બચાવવાનાં ઉદ્દેશ્ય સાથે બોટ માલિકોને દરિયામાંથી આવતા પ્લાસ્ટિકને કિનારે પરત લઈ આવવા બેગ આપવામાં આવી.