બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા DPL નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બોર્ડ ફરી એક વાર શરમજનક ઘટનામાં મુકાયું છે ત્યારે થોડા દિવસ પહેલા શાકિબ અલ હસને ચાલુ મેચ દરમિયાન અમ્પાયર પર ગુસ્સે થઇ સ્ટમ્પ્સને લાત મારી દેવામાં આવી હતી. જો કે ઘટના બાદ શકિબ અલ હસને બાંગ્લાદેશ બોર્ડ તેમજ દરેક ખેલાડીઓની માફી માંગતા કહ્યું હતું કે તે આવું વર્તન બીજી વાર ક્યારેય પણ નહિ કરે. ત્યારે ફરી એક એવી જ ઘટના બની છે જે ક્રિકેટ જગત માટે અતિ શરમજનક ઘટના છે
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબને આવ્યો એટલો ગુસ્સો કે લાત મારીને સ્ટમ્પ ઉખેડી નાખ્યા, જુઓ વિડીયો
હવે શબ્બીર રહેમાને એવી હરકત કરી છે કે, DPLના આયોજકોએ પણ નિચુ જોવુ પડ્યુ છે. શબ્બીરે શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબની, ટીમના ખેલાડી ઇલીયાશ સન્ની પર ઇંટ વડે હુમલો કરી દીધો હતો. સાથે જ જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી.
આ પહેલા શાકિબ અલ હસનના એક જ મેચમાં બે વાર અશોભનીય વર્તનને લઇ ત્રણ મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સાથે જ તેને 5 લાખ ટકા (બાંગ્લાદેશનુ નાણું) નો દંડ કર્યો હતો. DOHS સ્પોર્ટસ ક્લબ અને શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ વચ્ચે DPL ની મેચ રમા રહી હતી. ધનમંડી ક્રિકેટ ક્લબનો ખેલાડી ઇલિયાશ સન્ની ડીપ સ્કેવર પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન શબ્બીર રહેમાન બાઉન્ડ્રીની નજીક આવી પહોંચ્યો હતો. તેણે ઇંટ લઇને ઇલિયાશ સન્ની પર હુમલો કરી દીધો હતો. અને જાતિવાદી ટીપ્પણીઓ કરવા લાગ્યો હતો.
આ શરમજનક ઘટનાને લઇને ડીપીએલના આયોજકોને, મેદાન વચ્ચે હુમલાની ઘટનાથી નિચુ નાંખવાની સ્થિતી સર્જાઇ હતી. મેચ સમાપ્ત થયા બાદ શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ એ ઢાકા મેટ્રોપોલીસની ક્રિકેટ સમિતિને ફરીયાદ કરી હતી. પત્ર લખીને ફરીયાદ કરતા શબ્બીરને સજા કરવા માટે માંગ કરી હતી. જે ફરિયાદમાં જાતિવાદી ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનો પણ શબ્બીર પર આરોપ લગાવ્યો હતો.
આ બાદ સન્નીએ સમગ્ર ઘટનાક્રમ જણાવતા કહ્યું હતું કે મેચમાં હું ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે જ રૂપગંજની ટીમ બસ મેદાન પાસે આવી હતી. શબ્બીર આઉટફિલ્ડની બહાર થી મને કાલો કાલો કહી ને મને ચિડાવવા લાગ્યો હતો. મે તેને ત્રણ વખત પુછ્યુ કે, શુ તે ખુદ સમજી રહ્યો છે કે, તે શુ કહી રહ્યો છે.
છતાં તે કઈ સમજ્યા વગર મને ચિડાવા લાગ્યો હતો મે પહેલા તો કોઇ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે કેટલીક વાર પછી તેણે મારી પર પત્થર ફેંક્યો હતો. મેં આ વાતની ફરિયાદ અંપાયરને કરી હતી, મેચ કેટલીક વાર માટે રોકાઇ ગઇ હતી. મે આ અંગે મેચ રેફરીને પણ વાત કરી હતી.
આ સમગ્ર ઘટના બાદ શબ્બીર રહેમાનને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ વતી શબ્બીર રહેમાન 11 ટેસ્ટ મેચ, 66 વન ડે મેચ અને 44 T20 મેચ રમી ચુક્યો છે. શબ્બીર ના હુમલાનો પિડીત ઇલીયાશ સન્ની પણ બાંગ્લાદેશ ક્રિકેટનો ખેલાડી રહ્યો છે. સન્ની બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વતી થી 4 ટેસ્ટ મેચ અને 4 વન ડે રમી ચુક્યો છે. આ ઉપરાંત 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચુક્યો છે. શબ્બીર એ સન્ની પર હુમલો કર્યા પહેલા પણ 2018માં વિવાદમાં સપડાઇ ચુક્યો છે. તે વખતે તેમે સાઇટ સ્ક્રિન પાછળ જઇ એક કિશોરને માર માર્યો હતો.